________________
થાય છે, શુભ પ્રવૃત્તિ થાય છે, તેનાથી કર્મ નિર્જરણ થાય છે, તેનાથી આત્મા ઉજ્જવળ થાય છે, આથી તે નિર્જરા છે, સંવરની સાથે થનારી નિર્જરા છે. એક વ્યક્તિ ભોજન કરવાનો ત્યાગ કર્યા વિના જ આત્મશુદ્ધિ માટે ભૂખ્યો રહે છે, આ સંવરરહિત નિર્જરા છે. તાત્પર્ય એટલું જ છે નિર્જરા શુભ-પ્રવૃત્તિ-જન્ય છે. ભલે તે સંવરની સાથે હોય કે તેના વિના હોય.
નિર્જરાના બે પ્રકા૨ છે—સકામ અને અકામ. આત્મ-વિશુદ્ધિના લક્ષ્યથી કરવામાં આવનારી નિર્જરા સકામ-નિર્જરા છે અને આત્મવિશુદ્ધિના લક્ષ્ય વિના કરવામાં આવનારી નિર્જરા અકામ-નિર્જરા છે. ૮. બંધ
આત્મ-પ્રદેશોની સાથે કર્મ-પુદ્ગલોનું દૂધ-પાણીની જેમ મળી જવું, સંબંધિત થઈ જવું, એકીભાવ થઈ જવો, તે બંધ કહેવાય છે.
આત્માની ચારે તરફ પુદ્ગલો ફેલાયેલા છે, પણ તેઓ આત્માની શુભ કે અશુભ પ્રવૃત્તિ વિના તેની સાથે વળગી શકતા નથી. જેવી રીતે તેલથી ભરેલા દીવામાં રહેલી વાટ પણ તેલને ખેંચી નથી શકતી પણ જેવી તેને દીવાસળી ચાંપવામાં આવે છે કે તરત જ તે સંકોચાઈ-સંકોચાઈને તેલ ખેંચવા માંડે છે, તેવી જ રીતે આત્મા પણ પોતાની પ્રવૃત્તિ વડે કર્મયોગ્ય પુદ્ગલને ખેંચી લે છે અને તે પુદ્ગલો આત્મા સાથે જોડાઈ જાય છે. આ જ બંધ છે. તે ચાર પ્રકારનો હોય છે ઃ
૧. પ્રકૃતિ બંધ—કર્મોનો સ્વભાવ, જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ જ્ઞાનને આચ્છાદિત કરવાનો છે.
૨. સ્થિતિ બંધ~~~જે સમયે આત્માની સાથે કર્મોનો સંબંધ થાય છે, તે સમયથી માંડીને જેટલા સમય સુધી આત્માની સાથે ચોંટેલા રહેશે—તે છે સ્થિતિબંધ.
૩. અનુભાગ બંધ(રસ બંધ)કર્મોનો રસવિપાક અથવા ફળ દેવાની શક્તિ તીવ્ર છે કે મંદ, તે અનુભાગ બંધ છે.
૪. પ્રદેશ બંધ———બંધાનારા કર્મ-પુદ્ગલોના પરિમાણને પ્રદેશ બંધ કહેવામાં આવે છે.
બંધ શુભ અને અશુભ બંને પ્રકારનો હોય છે.
Jain Educationa International
જીવ-અજીવ ૦ ૧૦૮
For Personal and Private Use Only
www.jainelibrary.org