________________
૬. પ્રતિસલીનતા
ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી દૂર રાખવી.
આ છ ભેદ બાહ્ય તપસ્યાના છે. તે આત્મશુદ્ધિનાં બહિરંગ કારણો છે. તે બાહ્ય શરીરને તપાવનારા છે, આથી તેમને બાહ્યતા કહેવામાં આવે છે. ૭. પ્રાયશ્ચિત્ત
જે કામ આચરણ યોગ્ય નથી, તેવું કામ થઈ જાય ત્યારે તેની વિશુદ્ધિ માટે યથોચિત અનુષ્ઠાન કરવું અર્થાત્ અનુચિત કાર્ય વડે મલિન થયેલા આત્માને શુભ પ્રવૃત્તિ વડે વિશુદ્ધ કરવો. ૮.વિનય
વિનમ્રતા–માનસિક, વાચિક અને કાયિક અભિમાનનો ત્યાગ કરવો. ૯. વૈયાવૃત્ય
આચાર્ય વગેરેની સેવા કરવી. ૧૦. સ્વાધ્યાય
કાળ આદિની મર્યાદાપૂર્વક આત્મોન્નતિકારક અધ્યયન કરવું. ૧૧. ધ્યાન
ચિત્તને અશુભ પ્રવૃત્તિમાંથી ખસેડી શુભ પ્રવૃત્તિમાં એકાગ્ર કરવું. ૧૨. વ્યુત્સર્ગ
કાયાની પ્રવૃત્તિ(હલન-ચલન વગેરે ક્રિયા) તથા ક્રોધ વગેરેને છોડી દેવા.
આ છ ભેદ અંતરંગ તપશ્ચર્યાના છે. તે આત્મશુદ્ધિના અંતરંગ કારણો છે. તે આત્માની આંતરિક પ્રવૃત્તિઓને તપાવનારા છે. આથી તેમને આત્યંતર તપ કહેવામાં આવે છે.
સંવરનો હેતુ નિરોધ છે, નિવૃત્તિ છે. નિર્જરાનો હેતુ પ્રવૃત્તિ છે. સંવરની સાથે નિર્જરા અવશ્ય થાય છે. નિર્જરા સંવર વિના પણ હોય છે. ઉપવાસમાં આહાર કરવાનો જે ત્યાગ કરવામાં આવે છે તે સંવર છે. ઉપવાસમાં શારીરિક કષ્ટ થાય છે, શુભ ભાવના
-=૭ ચૌદમો બોલ ૧૦૭ ૭ =
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org