________________
શરીરને ફેલાવવું, અવાજ ક૨વો, ભયથી આમ-તેમ ધૂમવું, ભાગી જવું, આવવા-જવાનું જ્ઞાન થવું આ બધાં ત્રસ જીવોનાં લક્ષણ છે. અગ્નિ અને વાયુ, આ બંને હલન-ચલન કરે છે, પણ સુખદુઃખની પ્રવૃત્તિ કે નિવૃત્તિ માટે નહીં. એટલા માટે તેમને વાસ્તવિક ત્રસ કહી ન શકાય. તે ગતિત્રસ છે.
—
જીવ પોતાના કર્મો અનુસાર જે જે પૃથ્વી, પાણી વગેરેને શરીરરૂપે પ્રાપ્ત કરે છે તે તે સંજ્ઞાઓ વડે તેમનું નામકરણ કરવામાં આવે છે.
‘કાય’ શબ્દનો અર્થ સમૂહ પણ છે. તેનાથી એ જાણી શકાય છે કે માટીની એક ગાંગડી અને પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. તેમના અલગ-અલગ શરીરો સમુદાય-રૂપમાં રહે છે.
પ્રશ્ન—જો માટીની એક ગાંગડી કે પાણીનાં એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે, તો તેમના શરીર કેટલાં થયાં ?
ઉત્તર—અસંખ્ય.
જ્યારે આ અસંખ્ય જીવોનું એકીસાથે જ્ઞાન કરાવવાની આવશ્યકતા હોય છે ત્યારે આપણે બધા જીવોનું અભેદ દૃષ્ટિથી ‘પૃથ્વીકાય’ ‘અકાય’ વગેરે શબ્દો વડે જ્ઞાન કરાવી શકીએ છીએ.
૧. પૃથ્વીકાય—માટી, પથ્થર, હિંગળોક, હરતાલ, હીરા, પન્ના, કોલસો, સોનુ, ચાંદી વગેરે બધા પૃથ્વીકાયિક જીવો છે. માટીની ગાંગડીમાં અસંખ્ય જુદા જુદા જીવો હોય છે.
પૃથ્વીકાયિક જીવોને જ્યાં સુધી વિરોધી શસ્ત્ર ના લાગે ત્યાં સુધી પૃથ્વી સચિત્ત (સજીવ) હોય છે.
વિરોધી શસ્રના યોગથી તે અચિત્ત (નિર્જીવ) થઈ જાય છે.
૨. અકાયવરસાદનું પાણી, ઝાકળનું પાણી, સમુદ્રનું પાણી, કૂવા, વાવ, તળાવ, નહેરો અને નદીનું પાણી વગેરે બધાં અપ્રિયક જીવ છે. પાણીના એક ટીપામાં જુદા-જુદા અસંખ્ય જીવો હોય છે.
જ્યાં સુધી વિરોધી શસ્ર ના લાગે ત્યાં સુધી પાણી અચિત્ત હોય છે. વિરોધી શસ્રના યોગથી તે અચિત્ત થઈ જાય છે.
૩. તેજસ્કાય—અગ્નિ, વીજળી, ઉલ્કા વગેરે બધાં તેજસ્
જીવ–અજીવ ૭ ૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org