________________
કાયિક જીવો છે. અગ્નિનાં એક નાનકડા એવા તણખામાં જુદાજુદા અસંખ્ય જીવો હોય છે. તેમને જ્યાં સુધી વિરોધી શસ્ત્ર ના લાગે ત્યાં સુધી અગ્નિ સચિત્ત હોય છે. વિરોધી શસ્ત્રના યોગથી તે અચિત્ત બની જાય છે.
૪. વાયુકાય—વાયુના મુખ્ય પાંચ ભેદ છે :
(૧) ઉત્કલિકા વાયુ—જે વાયુ અટકી-અટકીને ચાલે. (૨) મંડલિકા વાયુ—જે વાયુ ચક્રાકારે ચાલે.
(૩) ઘન વાયુ—જે વાયુ રત્નપ્રભા આદિ પૃથ્વીની અથવા વિમાનોની નીચે હોય છે. આ વાયુ જામેલા બરફની જેમ ગાઢ છે અને આધારભૂત છે.
(૪) ગુંજાવાયુ—જે વાયુ ચાલતાં-ચાલતાં અવાજ કરે. (૫) શુદ્ધ-વાયુ—જે વાયુ ઉપરોક્ત ગુણોથી રહિત તથા મંદ
મંદ ચાલનાર હોય.
વાયુકાયમાં પણ જુદા-જુદા અસંખ્ય જીવો હોય છે.
જ્યાં સુધી વિરોધી શસ્ત્ર ના લાગે ત્યાં સુધી વાયુ સચિત્ત હોય છે. વિરોધી શસ્રના આઘાતથી તે અચિત્ત થઈ જાય છે.
૫. વનસ્પતિકાય—કેરી, દ્રાક્ષ, કેળાં, શાકભાજી, બટાટા, ડુંગળી, લસણ વગેરે વનસ્પતિકાય છે. તેમના બે ભેદ પાડવામાં આવે છે—સાધારણ અને પ્રત્યેક.
સાધારણઃ-જેમાં એક શ૨ી૨માં અનંત જીવ હોય તેને સાધારણ વનસ્પતિકાય કહે છે. બધા પ્રકારનાં કંદમૂળ સાધારણ વનસ્પતિ છે.
પ્રત્યેકઃ-જેમાં એક એક શરીરમાં એક એક જીવ હોય તેને પ્રત્યેક વનસ્પતિકાય કહે છે. જેમ કે
(૧) વૃક્ષ—આંબા વગેરે.
(૨) લતા—કારેલા, કાકડી વગેરે.
(૩) તૃણધરો વગેરે.
(૪) હિત્કાય—ચોળી વગેરે પાંદડાંવાળા શાક.
(૫) જલરુહપાણીમાં પેદા થનાર કમળ વગેરે.
ત્રીજો બોલ ૦ ૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org