________________
પ્રત્યેક વનસ્પતિમાં શ૨ી૨નું નિર્માણ ક૨ના૨ મૂળ તો એક જ જીવ હોય છે. પરંતુ તેના આશ્રિત અસંખ્ય જીવો હોય છે. દ્વીન્દ્રિય વગેરે જીવોમાં આ પ્રમાણે નથી હોતું. તેમાં પ્રત્યેક જીવ પોતાના શરીરનું સ્વતંત્ર નિર્માણ કરે છે.
વનસ્પતિકાયિક જીવોની ઉત્પત્તિમાં મુખ્યપણે આઠ પ્રકાર માનવામાં આવે છે :
(૧) અગ્રબીજ વનસ્પતિ—તેવી વનસ્પતિ કે જેનો છેડો જ બીજરૂપ હોય. જેમ કે કોરંટ (કાંટાસેરિયો)નું વૃક્ષ વગેરે.
(૨) મૂલ-બીજ-વનસ્પતિ—તે વનસ્પતિ કે જેનું મૂળ જ બીજ હોય. જેમ કે કંદ વગેરે.
(૩) પૂર્વ-બીજ-વનસ્પતિ—તે વનસ્પતિ કે જેમની ગાંઠ જ બીજ હોય. જેમ કે શેરડી વગેરે.
(૪) સ્કન્દ-બીજ વનસ્પતિ—તે વનસ્પતિ કે જેના સ્કંદ જ બીજ હોય. જેમ કે થોર વગેરે.
(૫) બીજ-રુહ-વનસ્પતિ—તે વનસ્પતિ કે જે બીજમાંથી ઉત્પન્ન થાય. જેમ કે ઘઉં, જવ વગેરે.
(૬) સમ્રૂશ્ચિમ વનસ્પતિ જે વનસ્પતિ પોતાની મેળે જ પેદા થઈ જાય છે. જેમ કે અંકુર વગેરે.
(૭) તૃણ-વનસ્પતિ——ઘાસ વગેરે.
(૮) લતા-વનસ્પતિ—ચંપા, ચમેલી, કાકડી, ચીભડાં, તરબૂચ વગેરેના વેલાં.
વનસ્પતિમાં જુદા-જુદા અનેક જીવો હોય છે. જ્યાં સુધી તેમને વિરોધી શસ્ત્રોથી આઘાત ના લાગે ત્યાં સુધી વનસ્પતિ સચિત્ત હોય છે. વિરોધી શસ્રના આઘાતથી તે અચિત્ત બની જાય છે.
વનસ્પતિ-કાયમાં અનંત જીવો હોય છે. બાકીની પાંચ કાયમાં અસંખ્ય જીવો હોય છે. પૃથ્વી, પાણી વગેરે જે આપણે જોઈએ છીએ તે પૃથ્વીકાયિક, અાયિક વગેરે જીવોના શ૨ી૨ો છે.
એક જાતિના જીવો પોતાની તથા બીજી જાતિના જીવોને માટે શસ્રરૂપ હોય છે. જે રીતે શસ્ત્ર દ્વારા મનુષ્યોનો નાશ થાય છે તે રીતે પરસ્પર વિરોધી સ્વભાવના જીવો એકબીજાનો શસ્ત્રની માફક
જીવઅજીવ ૭ ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org