________________
નાશ કરે છે. જેમ કે વિરોધી સ્વભાવવાળી બે માટીના જીવ એકબીજાના ઘાતક છે; અગ્નિકાયિક જીવ જલકાયિક જીવો માટે શસ્ત્ર છે, તે જ રીતે જલકાયિક જીવો અગ્નિકાયિક જીવો માટે શસ્ત્ર છે. સચિત્ત માટી વડે જે સચિત્ત માટીના જીવોનો નાશ થાય છે તે સ્વકાય-શસ્ત્ર કહેવાય છે તથા અગ્નિ વડે માટીના જીવોનો નાશ થાય છે ત્યારે તે પરકાય-શસ્ત્ર કહેવાય છે. વાયુકાયનું શસ્ત્ર વાયુકાય જ છે. સચિત્ત વાયુથી જે વાયુનો નાશ થાય છે તે સ્વકીય-શસ્ત્ર અને અચિત્ત-વાયુથી જે વાયુનો નાશ થાય છે તે પરકાય-શસ્ત્ર છે.
(૬) ત્રસકાય–દ્વીન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી સમસ્ત હાલતા-ચાલતા, ઘૂમતા-ફરતા જીવો ટાસકાયિક જીવ કહેવાય છે. આ જીવોની ઉત્પત્તિના મુખ્યપણે આઠ પ્રકાર છે :
(૧) અંડજ–તે ત્રસ જીવો કે જે ઈંડામાંથી પેદા થાય છે, જેમ કે—પક્ષી, સર્પ વગેરે.
(૨) પોતજ–તે ત્રસ જીવો જે પોતાના જન્મ-સમયે ખુલ્લાં અંગોસહિત હોય છે, જેમ કે–હાથી વગેરે.
(૩) જરાયુજ–તે ત્રસ જીવો જે પોતાના જન્મ સમયે માંસના અસ્તરથી લપેટાયેલાં હોય છે, જેમ કે –મનુષ્ય, ગાય, ભેંસ વગેરે.
(૪) રસજ–તે ત્રસ જીવો જે દહીં વગેરે રસોમાં ઉત્પન્ન થાય છે, જેમ કે-કૃમિ વગેરે.
(૫) સ્વદજ–તે ત્રસ જીવો જે પરસેવાથી ઉત્પન્ન થાય છે, જેમ કે—જૂ, લીખ વગેરે.
(૬) સમૂચ્છિમ–તે ત્રસ જીવો જે નર-માદાના સંયોગ વિના જ ઉત્પન્ન થાય છે, જેમ કે–માખી, કીડી વગેરે.
(૭) ઉભિજ–તે ત્રસ જીવો જે પૃથ્વીને ફાડીને નીકળે છે, જેમ કે—તીડ, પતંગિયા વગેરે.
(૮) ઔપપાતિક–તે ત્રસ જીવો જે ગર્ભમાં રહ્યા વિના જ સ્થાનવિશેષમાં ઉત્પન્ન થાય છે, જેમ કે–દેવ અને નારકી.
= સ ત્રીજો બોલ - ૧૫ :
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org