________________
ઇન્દ્રિય પાંચ
૧. સ્પર્શન ઇન્દ્રિય
૨. ૨સન ઇન્દ્રિય
૩. ઘ્રાણ ઇન્દ્રિય
૪. ચક્ષુઃ ઇન્દ્રિય
૫. શ્રોત્ર ઇન્દ્રિય
પ્રત્યેક જીવ ત્રણે લોકના ઐશ્વર્યથી સંપન્ન હોય છે, એટલા માટે તેને ઇન્દ્ર કહે છે. તે (ઈન્દ્ર કે જીવ) જે ચિહ્ન વડે ઓળખાય છે તેને ઇન્દ્રિય કહે છે. આ ‘ઇન્દ્રિય’ શબ્દની વ્યુત્પત્તિ છે.
ચોથો બોલ
જેને પોતાના એક વિષયનું જ્ઞાન થાય છે, તેને ઇન્દ્રિય કહે છે. આ ઇન્દ્રિયની પરિભાષા છે. જે ઇન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય તે છે સ્પર્શન ઇન્દ્રિય—સ્ત્વચા. જે ઇન્દ્રિયથી રસનું જ્ઞાન થાય તે છે રસન ઇન્દ્રિય—જિલ્લા. જે ઇન્દ્રિયથી ગંધનું જ્ઞાન થાય છે તે છે ઘ્રાણ ઇન્દ્રિયનાક. જે ઇન્દ્રિયથી રૂપનું જ્ઞાન થાય છે તે છે ચક્ષુઃ ઇન્દ્રિય—આંખ. જે ઇન્દ્રિયથી શબ્દનું જ્ઞાન થાય છે તે છે શ્રોત્ર ઇન્દ્રિય—કાન.
ઇન્દ્રિયના બે ભેદ છે :
(૧) દ્રવ્યેન્દ્રિય—નાક, કાન વગેરે ઇન્દ્રિયોની બહારની અને અંદરની પૌદ્ગલિક રચના (આકારવિશેષ)ને દ્રવ્યેન્દ્રિય કહે છે.
જીવ-અજીવ ૦ ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org