________________
(૨) ભાવેન્દ્રિય–આત્માના પરિણામવિશેષ (જાણવાની યોગ્યતા અને પ્રવૃત્તિ)ને ભાવેન્દ્રિય કહે છે.
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે :
(૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય–ઇન્દ્રિયની આકાર-રચનાને નિવૃત્તિદ્રવ્યેન્દ્રિય કહે છે. આકાર બે પ્રકારના હોય છે : બાહ્ય અને આત્યંતર. બાહ્ય આકાર જુદા-જુદા જીવોના જુદા-જુદા હોય છે, જેમ કે શ્રોસેન્દ્રિયનો આત્યંતર આકાર કદંબના ફૂલ જેવો, ચક્ષુરિન્દ્રિયનો મસૂરની દાળ જેવો, ધ્રાણેન્દ્રિયનો અતિમુક્તક પુષ્પની ચંદ્રિકા જેવો, રસનઇન્દ્રિયનો ખુરપી જેવો હોય છે. માત્ર સ્પર્શન ઇન્દ્રિયનો આત્યંતર આકાર અનેક પ્રકારનો હોય છે. તે પોતાના શરીરના આકાર જેવો હોય છે.
(૨) ઉપકરણ-દ્રવ્યેન્દ્રિય–આત્યંતર-નિવૃત્તિની અંદર પોતપોતાના વિષયને ગ્રહણ કરવામાં સમર્થ જે પૌગલિક શક્તિ હોય છે તેને ઉપકરણ-દ્રવ્યેન્દ્રિય કહેવામાં આવે છે.
પ્રશ્ન- આત્યંતર-નિવૃત્તિ-દ્રવ્યેન્દ્રિય અને ઉપકરણદ્રવ્યેન્દ્રિયમાં શું તફાવત છે?
ઉત્તર-આત્યંતર-નિવૃત્તિ છે આકાર અને ઉપકરણ છે તેની અંદર વિદ્યમાન પોતપોતાના વિષયોને ગ્રહણ કરનારી પૌગલિક શક્તિ. વાત-પિત્ત વગેરે વડે ઉપકરણ-દ્રવ્યેન્દ્રિય નાશ પામે તો આભ્યતર-દ્રવ્યેન્દ્રિય હોવા છતાં પણ વિષયોનું ગ્રહણ થતું નથી. ઉદાહરણાર્થ–બાહ્ય નિવૃત્તિ છે તલવાર, આત્યંતર-નિવૃત્તિ છે તલવારની ધાર અને ઉપકરણ છે તલવારની છેદન-ભેદન-શક્તિ.
ભાવેન્દ્રિયના બે ભેદ છે :
(૧) લબ્ધિ-ભાવેન્દ્રિય-જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી સ્પર્શ આદિ વિષયો જાણવાની જે શક્તિ ૧. ક્ષય અને ઉપશમ વડે ક્ષયોપશમ શબ્દ બને છે. જયારે ક્ષયયુક્ત ઉપશમ હોય છે ત્યારે તેને ક્ષયોપશમ કહે છે. ક્ષયનો અર્થ છે–આત્મા સાથેનો કર્મનો સંબંધ છૂટી જવો અને ઉપશમનો અર્થ છે કર્મનો આત્મા સાથે સંબંધ રહેતાં છતાં તેની આત્મા પર ફળરૂપે અસર ન થવી તે. ક્ષયોપશમ માત્ર ઘાતિ-કર્મનો જ થાય છે. ક્ષયોપશમમાં પ્રદેશોદય રહે છે અને ઉપશમમાં પ્રદેશોદય રહેતો નથી, આ જ ક્ષયોપશમ અને ઉપશમ વચ્ચેનો તફાવત છે. ક્ષયોપશમથી આત્માની જે અવસ્થા થાય છે તેને ક્ષાયોપશમિક-ભાવ કહે છે.
== ચોથો બોલ૦ ૧૭ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org