________________
આવે છે તેને લબ્ધિ-ભાવેન્દ્રિય કહે છે.
(૨) ઉપયોગ-ભાવેન્દ્રિય–જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત શક્તિની પ્રવૃત્તિને ઉપયોગ-ભાવેન્દ્રિય કહે છે. પ્રશ્ન—લબ્ધિ અને ઉપયોગમાં શું તફાવત છે?
ઉત્તર–લબ્ધિ છે ચેતનાની યોગ્યતા અને ઉપયોગ છે ચેતનાનો વ્યાપાર પ્રકારાન્તરથી લબ્ધિ-ભાવેન્દ્રિયનો અર્થ છે–સ્વરૂપની પ્રાપ્તિ અર્થાત્ આત્મસ્વરૂપનું એટલું પ્રગટ હોવું કે જેની પ્રવૃત્તિથી જીવ સ્પર્શ, ગંધ, રૂપ, રસ અને શબ્દને જાણી શકે. અને તેમને જાણવાની જે પ્રવૃત્તિ છે તે ઉપયોગ-ભાવેન્દ્રિય છે. ઉદાહરણ તરીકે –કોઈ વ્યક્તિએ એક દૂરબીનયંત્ર ખરીદું, આ તો થઈ પ્રાપ્તિ અને તે યંત્રથી તેણે દૂર રહેલાં પદાર્થોનું નિરીક્ષણ કર્યું, એ થયો ઉપયોગ.
પ્રશ્ન-ઇન્દ્રિયના નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ– આ ચાર ભેદ કરવામાં આવ્યા છે, તેનો આધાર શું?
ઉત્તર–જાણવાનો ગુણ ચેતનાનો છે, જડનો નહીં. ચેતનાનો જ્યાં સુધી પૂર્ણ વિકાસ થતો નથી ત્યાં સુધી તે જે વિષય પર ધ્યાન આપે છે તેને જ જાણી શકે છે. બીજાને નહીં. આ ઉપલબ્ધિ અને ઉપયોગનો આધાર છે. ચેતનને જે જ્ઞાન કરવાની ક્ષમતા કે યોગ્યતા પ્રાપ્ત થાય છે, તે લબ્ધિ-ઇન્દ્રિય છે, આ યોગ્યતાની પ્રાપ્ત થવા છતાં એવી વાત નથી કે આપણે નિરંતર તે વિષયનું જ્ઞાન કરતાં રહીએ. જે સમયે જે ઇન્દ્રિયને ઉપયોગમાં લાવીએ તે સમયે તેના દ્વારા જ્ઞાન કરી શકીએ છીએ—આ ઉપયોગ-ઇન્દ્રિય છે.
ઇન્દ્રિય-જ્ઞાન સ્વતંત્ર નથી, તેને પોતાના વિષયની જાણકારી માટે પૌગલિક-ઇન્દ્રિયોની મદદ લેવી પડે છે. જાણવાની ક્ષમતા હોવાં છતાં પણ જો આંખનો ગોળો વિકૃત થઈ જાય તો ચક્ષુઇન્દ્રિય પોતાના વિષયનું જ્ઞાન નથી કરી શકતી. આથી કરીને નિવૃત્તિઇન્દ્રિયની પણ આવશ્યકતા જાણી શકાય છે. નિવૃત્તિ રહેવા છતાં પણ ક્યારેક-ક્યારેક ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ નથી કરી શકતી. આથી જાણી શકાય છે કે નિવૃત્તિ સિવાય એક બીજી પણ શક્તિ છે જે જાણવામાં ઉપકાર કરે છે. તે ઉપકરણ-ઇન્દ્રિય છે.
જીવ-અજીવ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org