________________
નિવૃત્તિ અને ઉપકરણ-ઇન્દ્રિય જ્ઞાનનાં સાધન છે, લબ્ધિ જ્ઞાનની શક્તિ છે અને ઉપયોગ તે શક્તિનું કાર્યરૂપમાં પરિણમન છે. આ ચારે મળીને પોતપોતાના વિષયનું જ્ઞાન કરી શકે છે. એક-બે-ત્રણ નહીં.'
આ પાંચ ઇન્દ્રિયો સિવાય એક વધુ ઇન્દ્રિય પણ છે જેને મન કહેવામાં આવે છે. મન જ્ઞાનનું સાધન છે, પણ સ્પર્શન વગેરેની જેમ તે બાહ્ય સાધન ન હોઈ આંતરિક સાધન છે, આથી તેને અંતઃકરણ પણ કહેવામાં આવે છે. મનનો વિષય બાહ્ય ઇન્દ્રિયોની જેમ સીમિત નથી. બાહ્ય ઇન્દ્રિયો મારા મૂર્ત-અમૂર્ત પદાર્થોને જ ગ્રહણ કરે છે અને તે પણ આંશિક રૂપમાં. પરંતુ મન મૂર્ત-અમૂર્ત બધા પદાર્થોને ગ્રહણ કરે છે અને તે પણ અનેક રૂપમાં. મનનું કામ વિચાર કરવાનું છે. તે બધા વિષયોમાં વિકાસ-યોગ્યતા અનુસાર વિચાર કરી શકે છે. તે ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવેલા વિષયોનું આલોચનાત્મક જ્ઞાન કરે છે, એટલા માટે તે નો-ઇન્દ્રિય અથવા ઈષદ્ ઇન્દ્રિય (ઇન્દ્રિય જેવી) કહેવાય છે અને તે ચિંતનમાં સ્વતંત્ર હોય છે, એટલા માટે તે અનીન્દ્રિય પણ કહેવાય છે.
૧. આ વિષયમાં અન્ય દર્શનોનું મંતવ્ય કંઈક જુદું છે. તેઓ માને છે કે
ઇન્દ્રિયો પોતે જડ છે, પરંતુ મનના સંયોગથી જ્ઞાન કરે છે. આ પ્રશ્નનું જૈન-દર્શન આવી રીતે સમાધાન કરે છે–જે દશ્યમાન બાહ્ય ઇન્દ્રિયો છે, તે જડ છે, પરંતુ તેમની સહાયતાથી જે જ્ઞાન કરનારી શક્તિ છે તે જડ નથી. જે પોતે ચેતન નથી હોતું તે કોઈના સહયોગથી પણ જ્ઞાન કરી શકતું નથી. જો જડ વસ્તુમાં પણ સંયોગથી જ્ઞાન-શક્તિ આવી જાય તો તો જડ અને ચેતનમાં અત્યંતાભાવ (ત્રિકાલવર્તી વિરોધી રહી જ ન શકે. આથી કહી શકાય કે જે જાણે છે તે ઇન્દ્રિયો ચેતન છે, જડ નહીં.
= ચોથો બોલ - ૧૯
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org