________________
ત્રીજો બોલ
કાય છે
૧.પૃથ્વીકાય ૨. અપૂકાય ૩. તેજસૂકાય ૪. વાયુકાય ૫. વનસ્પતિકાય ૬. ત્રસકાય
સંસારી જીવોના આ છ સમૂહો છે. તે વિવિધ પ્રકારના પુદ્ગલોમાંથી બનેલા શરીરોના આધારે કરવામાં આવ્યા છે. કાય શબ્દનો અર્થ શરીર છે. જેમનું શરીર પૃથ્વી, માટી વગેરે છે તેવા જીવો પૃથ્વીકાય કહેવાય છે. પાણી-શરીરવાળાં અકાય, અગ્નિશરીરવાળાં તેજસૂકાય, વાયુ-શરીરવાળાં વાયુકાય, વનસ્પતિશરીરવાળાં વનસ્પતિ-કાય અને હલન-ચલન કરી શકનારા શરીરવાળાં ત્રસકાય કહેવાય છે.
આમાં પહેલાં પાંચ કાય સ્થાવર છે. જેમનાં સુખ-દુખ સાક્ષાત્ જોઈ ન શકાય, જે ચાલતાં-ફરતાં ન હોય, તે જીવો સ્થાવર કહેવાય છે. જે જીવ સુખ-દુ:ખ પ્રગટ કરે છે અને જેમનામાં સુખની પ્રવૃત્તિ અને દુ:ખની નિવૃત્તિ માટે ચાલવા-ફરવાની શક્તિ હોય છે તે જીવો ત્રસ કહેવાય છે. સામે આવવું, પાછા ફરવું, શરીરનો સંકોચ કરવો,
= ; ત્રીજો બોલ૦ ૧૧ ર =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org