________________
તેના સમાપ્ત થતાં જ સમસ્ત ક્રિયાઓ સંપૂર્ણ રૂપે બંધ થઈ જાય છે અને આપણે કહીએ છીએ કે તે પ્રાણીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. - પ્રશ્ન – (ક) શરીર હૃષ્ટ-પુષ્ટ છે. મગજ, હૃદય, ફેફસાં, પાંચ ઇન્દ્રિયો વગેરે બધાં સ્વસ્થ છે. કોઈ ખાસ બિમારી કે દુર્ઘટના પણ નથી થતી. છતાં પણ એવો સ્વસ્થ પ્રાણી અચાનક મરી જાય છે, એમ કેમ?
(ખ) શરીર વૃદ્ધ છે. દેહ જર્જરિત છે. ભયાનક વિપત્તિ આવી પડી છે, ભયાનક બિમારી પણ થઈ છે, છતાં પણ તે નથી મરતો. જીવન-કાળ વધાર્યું જ જાય છે. તેનું કારણ શું?
(ગ) કહેવાય છે કે મનુષ્યનું આયુષ્ય જેટલું હોય છે, તેટલું જ તે જીવે છે. આયુષ્યમાં કોઈ એક મિનિટ પણ વધારી-ઘટાડી શકતું નથી. છતાં પણ આપણે જોઈએ છીએ કે અગ્નિમાં કૂદવાથી ચોક્કસ મૃત્યુ થશે, તીવ્ર વિષ ખાવાથી મરણ જ થશે. તેનું રહસ્ય શું?
ઉત્તર–આયુષ્યના પુદ્ગલો અલ્પ હોય છે ત્યારે સ્વસ્થ પ્રાણી પણ દુર્ઘટના વિના જ મૃત્યુ પામે છે.
આયુષ્યના પુગલો અધિક હોય છે ત્યારે દુર્ઘટના અને રોગ થવા છતાં પણ પ્રાણી આશ્ચર્યપૂર્ણ રીતે જીવિત રહી જાય છે.
આયુષ્ય બે પ્રકારનું હોય છે :
(૧) અપવર્તનીય–જે આયુષ્ય બંધકાલીન સ્થિતિ પૂર્ણ થયા પહેલાં પણ ભોગવી શકાય તે અપવર્તનીય આયુષ્ય છે.
(૨) અનાવર્તનીય–જે આયુષ્ય બંધકાલીન સ્થિતિ પૂર્ણ થયા પહેલાં ન ભોગવી શકાય તે અનાવર્તનીય આયુષ્ય છે.
આગામી જન્મનું આયુષ્ય વર્તમાન જન્મમાં જ નિશ્ચિત થાય છે. તે સમયે જો પરિણામ મંદ હોય તો આયુષ્યનો બંધ શિથિલ થાય છે, જેથી નિમિત્ત મળતાં આયુષ્યની બાંધેલી કાળમર્યાદા ઘટી જાય છે. તેનાથી ઉલટું અગર પરિણામ તીવ્ર હોય તો આયુષ્યનું બંધન પણ ગાઢ હોય છે, જેથી કરીને નિમિત્ત મળવા છતાં પણ બાંધેલી કાળમર્યાદા ઘટતી નથી. તીવ્ર પરિણામ જનિત ગાઢ બંધવાળું આયુષ્ય શસ્ત્ર, વિષ, દુર્ઘટના વગેરેના પ્રયોગ થવા છતાં પણ પોતાની નિયત કાળમર્યાદાથી પહેલાં પૂરું થતું નથી, પરંતુ
હુ
છઠ્ઠો બોલ - ૨૯ ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org