________________
પ્રાણ અથવા જીવન-શક્તિને સમજવા માટે મૃત્યુ શું છે તે સમજવું પણ જરૂરી છે. વર્તમાન શરીર-વિજ્ઞાન અનુસાર તો મગજ, હૃદય અને ફેફસાનું કાર્ય-સંચાલન બંધ થઈ જાય તે જ મૃત્યુ છે.
જ્યારે આ માનવ-મશીનની ખાસ-ખાસ કળો જીર્ણ થઈ જાય છે ત્યારે આ આખું મશીન બંધ પડી જાય છે. માનવ-શ૨ી૨નાં ખાસ અંગો હૃદય, ફેફસાં અને મગજ છે. જ્યારે કોઈ બિમારી કે દુર્ઘટનાથી આ ત્રણે જખમી કે જીર્ણ થઈ જાય છે અથવા તેમની શક્તિ ક્ષીણ થઈ જાય છે ત્યારે તેમનું કામ બંધ થઈ જાય છે—આ જ છે મૃત્યુ.
પરંતુ આ સિદ્ધાંતથી ઉલટા એવા આપણને એવાં પણ અનેક ઉદાહરણ મળે છે કે હૃદયની ગતિ કેટલાય કલાક સુધી બંધ રહ્યા પછી પણ મનુષ્ય જીવિત રહી શકે છે. અડતાલીસ કલાક સુધી શ્વાસની ગતિ અને હૃદયની ગતિ એકદમ બંધ રહ્યા પછી પણ માનવી જીવતો રહેવા પામ્યો છે. એવા પણ કેટલાય ઉદાહરણ છે જેમાં માણસ ચાલીસ દિવસ સુધી પેટી(જેમાં હવા અંદર જવા અને બહાર નીકળવા માટે કોઈ છિદ્ર પણ ન હોય)માં બંધ રહ્યા પછી પણ જીવતો નીકળ્યો છે.
જૈન સિદ્ધાંત અનુસાર જીવન-શક્તિનો સૌંત મગજ, હૃદય અને ફેફસાં જ નથી પરંતુ દસ પ્રાણો છે. આ દસેમાંથી કોઈ એક શક્તિનું કામ બંધ થઈ જવાથી મૃત્યુ થતું નથી. જ્યાં સુધી આયુષ્ય-પ્રાણ ક્રિયાશીલ હોય ત્યાં સુધી કોઈ એક શક્તિનું કામ બંધ થઈ જવા છતાં પણ પ્રાણી જીવિત રહી શકે છે. ઉપરોક્ત ઉદાહરણમાં ચાલીસ દિવસ સુધી પેટીમાં બંધ પ્રાણીની પાંચે ઇન્દ્રિયો—હૃદય, ફેફસાં અને મગજ—બધાંએ કામ બંધ કરી દીધું હતું. બાહ્ય પૌદ્ગલિક સામગ્રીના અભાવમાં તેઓ પોતાનું કામ કરી શકતાં ન હતાં. છતાં પણ તે વ્યક્તિમાં આયુષ્ય-પ્રાણ પોતાની ક્રિયા કરી રહ્યો હતો, અને તેના જ આધારે તેનું જીવન ટકી રહ્યું હતું. જેવો તેને બાહ્ય વાતાવરણનો અનુકૂળ યોગ પ્રાપ્ત થયો કે તરત જ તેની અવરુદ્ધ જીવન-શક્તિઓ ફરી ક્રિયાશીલ બની ગઈ.
શરીરની સમસ્ત ક્રિયાઓ અને સમસ્ત અંગોનું કાર્યસંચાલન ત્યાં સુધી થઈ શકે છે જ્યાં સુધી આયુષ્ય-પ્રાણ ક્રિયાશીલ હોય છે.
Jain Educationa International
જીવ-અજીવ ૦૨૮
For Personal and Private Use Only
www.jainelibrary.org