________________
કરવાની શક્તિને કહે છે– મનોબલ, વચનબલ અને કાયબલ. બલ અને પ્રાણનો અર્થ એક જ છે. પુગલોને શ્વાસોચ્છવાસ સ્વરૂપે ગ્રહણ કરવા અને છોડવાની શક્તિને કહે છે–શ્વાસોચ્છવાસ પ્રાણ. અમુક ભવમાં, અમુક કાળ સુધી જીવિત રહેવાની શક્તિને કહે છે—આયુષ્ય-પ્રાણ. પ્રશ્ન-પ્રાણ અને પર્યાપ્તિમાં શું તફાવત છે?
ઉત્તર–પ્રાણ જીવની શક્તિ છે અને પર્યામિ જીવ વડે ગ્રહણ કરાયેલાં પુગલોની શક્તિ છે. પતિ સહકારી કારણ છે અને પ્રાણ કાર્ય છે. આત્માની જે જે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ થાય છે, તે તે બધી બાહ્ય દ્રવ્યાપેક્ષી હોય છે–પુદગલોની સહાયતાથી જ થાય છે. વિમાન આકાશમાં ત્યારે ઊડી શકે છે
જ્યારે તેને પેટ્રોલ વગેરે બાહ્ય સામગ્રીની સહાયતા મળે. જીવની મન, વચન અને શરીર સાથે સંબંધ રાખનારી કોઈપણ પ્રવૃત્તિ એવી નથી કે જે પુદ્ગલ-દ્રવ્યની સહાયતા વિના થઈ શકે. આથી કરીને સંસાર-અવસ્થામાં જીવ અને પુદ્ગલનો ઘનિષ્ઠ સંબંધ રહે છે. જીવ અદશ્ય પદાર્થ છે અને પુદ્ગલ દૃશ્ય પદાર્થ, આ કારણે કેટલાક લોકોને જીવના અસ્તિત્વના વિષયમાં સંદેહ થાય છે, પરંતુ તેમણે એટલું તો સમજી લેવું જોઈએ કે જે કંઈ ખાવા-પીવાની, ચાલવા-ફરવાની, બોલવા વગેરેની પ્રવૃત્તિ દેખાય છે, તે ક્રિયા છે. તેનો કત અદશ્ય જીવ છે. જીવ જ્યાં સુધી શરીરમાં રહે છે ત્યાં સુધી આ ક્રિયાઓ થાય છે. આ ક્રિયાઓનું સંપાદન કરનાર શક્તિ પ્રાણ અથવા જીવન-શક્તિ કહેવાય છે અને આ ક્રિયાઓના સંપાદનમાં જે પૌગલિક શક્તિઓની સહાયતા મળે છે, તેમને પર્યાપ્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન-કયા-કયા પ્રાણની કઈ-કઈ પય િકારણ છે?
ઉત્તર–પાંચ ઇન્દ્રિય-પ્રાણનું કારણ છે–ઇન્દ્રિય પર્યાપ્તિ. મનોબલ, વચનબલ અને કાયબલનું ક્રમશઃ કારણ છે–મનઃપર્યાપ્તિ, ભાષા-પર્યાપ્તિ અને શરીર–પયમિ. શ્વાસોચ્છવાસ-પ્રાણનું કારણ છે––શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ. આયુષ્ય-પ્રાણનું કારણ છે— આહાર-પર્યામિ, કેમ કે આહાર-પતિના આધારે જ આયુષ્યપ્રાણ ટકી રહે છે.
= ૦૦ છઠ્ઠો બોલ - ૨૭ ૭
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org