________________
છઠ્ઠો બોલ
પ્રાણ દસ
૧. શ્રોત્રેન્દ્રિય પ્રાણ ૨. ચક્ષુરિન્દ્રિય પ્રાણ ૩. ધ્રાણેન્દ્રિય પ્રાણ ૪. રસનેન્દ્રિય પ્રાણ ૫. સ્પર્શનેન્દ્રિય પ્રાણ ૬. મનોબલ પ્રાણ ૭. વચનબલ પ્રાણ ૮. કાયબલ પ્રાણ ૯. શ્વાસોચ્છવાસ પ્રાણ ૧૦. આયુષ્ય પ્રાણ
પ્રાણ અર્થાત્ જીવન-શક્તિ. જેના સંયોગથી આ જીવ જીવનઅવસ્થા પામે છે અને જેના વિયોગથી મરણ-અવસ્થા પામે છે, તેને પ્રાણ કહે છે. પ્રાણ જીવનનું બાહ્ય લક્ષણ છે. આ જીવો છે, જીવે છે–એવી પ્રતીતિ પ્રાણો દ્વારા જ થાય છે. પ્રાણો વિના કોઈ પણ જીવિત રહી શકે નહીં. પ્રાણોની ક્રિયા થતી રહે છે–આ જ સંસારી-જીવનું જીવન છે.
પાંચેય ઇન્દ્રિયોની જે જ્ઞાન કરવાની શક્તિ છે તેને કહે છે – , પાંચ ઇન્દ્રિય-પ્રાણ. મનન કરવા, બોલવા અને શારીરિક ક્રિયા
* જીવ-અજીવ - ૨૬ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org