________________
મંદ પરિણામજનિત શિથિલ બંધવાળું આયુષ્ય શસ્ત્ર, વિષ અને દુર્ઘટનાનો યોગ થતાં જ પોતાની નિયત કાળમર્યાદા સમાપ્ત થયા પહેલાં જ અંતર્મુહૂર્તમાત્રમાં ભોગવી લેવાય છે. આયુષ્યના આ શીધ્ર ભોગને અપવર્તના અથવા અકાલમૃત્યુ કહે છે અને નિયત સ્થિતિ સુધી આયુષ્ય ભોગવવાને અનપવર્તન અથવા કાલમૃત્યુ અથવા સ્વાભાવિક મૃત્યુ કહે છે.
અપવર્તનીય આયુષ્ય સોપક્રમ(ઉપક્રમ-સહિત) હોય છે. તીવ્ર શસ્ત્ર, તીવ્ર અગ્નિ વગેરે જે નિમિત્તો વડે અકાલમૃત્યુ થાય છે, તે નિમિત્તોની પ્રાપ્તિ થવી તે ઉપક્રમ છે.
અનપવર્તનીય આયુષ્ય સોપક્રમ અને નિરૂપક્રમ—બે પ્રકારે હોય છે. આ આયુષ્યને અકાલમૃત્યુ લાવનારા ઉક્ત નિમિત્તોની પ્રાપ્તિ થાય છે અને નથી પણ થતી. ઉક્ત નિમિત્ત મળવા છતાં પણ અનપવર્તનીય આયુષ્યવાળાનું આયુષ્ય પૂર્ણ નથી થતું, તેઓ જીવતાં જ રહે છે. તેઓ અકાલમૃત્યુ કોઈ પણ હાલતમાં પ્રાપ્ત કરતાં નથી. દરેક પ્રકારની દુર્ઘટનામાં તેઓ બચી જાય છે.
નારક, દેવ, અસંખ્યાત વર્ષજીવી મનુષ્ય અને તિર્યંચ, ચર્મશરીરી અને ત્રિષષ્ટિશલાકાપુરુષ અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. તેમની આયુષ્ય-સ્થિતિ જેટલી નિયત હોય છે તેટલી જ રહે છે. તેની પહેલાં તેઓ કોઈપણ હાલતમાં મરી શકતાં નથી.
સામાન્ય મનુષ્ય અને તિર્યંચ અપવર્તનીય અને અનપવર્તનીય–બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે. નિમિત્ત મળવાં છતાં તેમનું અકાલમૃત્યુ થઈ પણ શકે છે અને નિમિત્ત મળવાં છતાં અકાલમૃત્યુ નથી પણ થતું.
કર્મવાદ અનુસાર આનું સ્પષ્ટીકરણ એ રીતે થશે કે જે આયુષ્યકર્મ ચિરકાલ સુધી ભોગવવાનું હોય છે, તે એકીસાથે જલ્દી ભોગવી લેવામાં આવે છે. તેનો કોઈપણ ભાગ ભોગવ્યા વિનાનો રહેતો નથી. ઉદાહરણાર્થ–
(૧) જેમ કે કોઈ ઘાસના સઘન ઢગલામાં એક બાજુથી નાનકડો અગ્નિનો તણખો મૂકી દે તો તે તણખો એક-એક તણખલાને ક્રમશઃ સળગાવતો-સળગાવતો તે આખા ઢગલાને સળગાવે તેમાં ઘણો સમય લાગી શકે છે, પરંતુ તે તણખો જો ઘાસના શિથિલ ઢગલામાં
- = જીવ-અજીવ ૩૦ જ
-
-
-
------
--
-
-
--
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org