________________
૧૮. ચતુરિન્દ્રિયનો–દંડક ઓગણીસમો ૧૯. તિર્યંચ પંચેન્દ્રિયનો–દંડક વસમો ૨૦. મનુષ્ય પંચેન્દ્રિયનો-દંડક એકવીસમો ૨૧. વ્યંતર દેવોનો–દંડક બાવીસમો ૨૨. જ્યોતિષ્ક દેવોનો–દંડક ત્રેવીસમો ૨૩. વૈમાનિક દેવોનો–દંડક ચોવીસમો
જ્યાં પ્રાણીઓ પોતાના કૃત-કમનું ફળ જે એક પ્રકારનો દંડ છે, ભોગવે છે, તે સ્થાનો–અવસ્થાઓને દંડક કહે છે. જીવ પોતાના કર્માનુસાર ચાર ગતિઓમાં ફર્યા કરે છે. ચારે ગતિઓને કંઈક વધુ વિસ્તૃત કરવાથી તેમના ચોવીસ વિભાગ બને છે, જે ચોવીસ દંડક કહેવાય છે.
સાત નરક-–દંડક પહેલો.
નીચેના લોકમાં જે સાત પૃથ્વીઓ છે, તેમને નરક કહે છે, તે ક્રમશઃ એકબીજાની નીચે-નીચે છે. એકબીજાની વચમાં ઘણું બધું અંતર છે. આ અંતરમાં(વચ્ચેની જગ્યામાં) ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ ક્રમશઃ નીચે-નીચે છે. તે સાત પૃથ્વીઓ આ પ્રમાણે છેઃ
૧. રત્નપ્રભા–રત્નપ્રધાન પૃથ્વી ૨. શર્કરામભા–કાંકરાપ્રધાન પૃથ્વી ૩. વાલુકાપ્રભા–રેતીપ્રધાન પૃથ્વી ૪. પંકપ્રભા–કાદવપ્રધાન પૃથ્વી પ. ધૂમપ્રભા–ધુમાડાપ્રધાન પૃથ્વી ૬. તમ:પ્રભા-અંધકારમય પૃથ્વી ૭. મહાતમ પ્રભાગાઢ અંધકારમય પૃથ્વી
નરકમાં ઠંડી-ગરમીનું ભયંકર દુઃખ છે જ, ભૂખ-તરસનું દુઃખ એથી ય ભયંકર છે. ભૂખનું દુઃખ એટલું અધિક છે કે અગ્નિની જેમ બધું જ ભસ્મ કરી જવા છતાં પણ શાંતિ થતી
છે જીવ-અજીવ, ૧રર છે
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org