________________
નથી, ભૂખની જવાળા વધુ ને વધુ પ્રબળ થઈ જાય છે. કેટલું ય પાણી પીવામાં કેમ ન આવે, તરસ બુઝાતી જ નથી. આ દુઃખો ઉપરાંત બહુ મોટું દુઃખ તેમને અંદર-અંદરના વેર-ઝેર અને મારપીટથી થાય છે. જેવી રીતે સાપ અને નોળિયો જન્મજાત શત્રુઓ હોય છે, તેવી જ રીતે નારક જીવો જન્મજાત અન્યોન્ય શત્રુઓ હોય છે.
રત્નપ્રભાને છોડીને બાકીની છ ભૂમિઓમાં ન તો દ્વીપ, સમુદ્ર કે પર્વત-સરોવર છે, ન ગામ, શહેરો વગેરે છે; ન વૃક્ષ, વેલીઓ વગેરે બાદર-વનસ્પતિકાય છે, ન તીન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય-પર્યત તિર્યંચો છે; ન મનુષ્ય છે અને ન કોઈ પ્રકારના દેવો છે. રત્નપ્રભા સિવાયના બાકીના છ સ્થાનોમાં માત્ર નારક એકેન્દ્રિય જીવો મળે છે. આ સામાન્ય નિયમનો અપવાદ પણ છે–તે સ્થાનોમાં ક્યારેક કોઈક સ્થાનમાં મનુષ્ય, દેવ અને પંચેન્દ્રિય-તિર્યંચનું હોવું સંભવિત છે. મનુષ્યની સંભાવના તો એ અપેક્ષાથી છે કે કેવલી-સમુદ્દઘાત કરનાર મનુષ્ય સર્વલોક-વ્યાપી હોવાથી તે-તે નરક-સ્થાનોમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. તે સિવાય મારણાંતિકસમુદ્રઘાતવાળા મનુષ્યો પણ તે-તે સ્થાનો સુધી પહોંચે છે. તિર્યંચોની પહોંચ પણ તે ભૂમિઓ સુધી છે, પરંતુ તે માત્ર મારણાંતિક-સમુદ્રઘાતની અપેક્ષાથી જ છે. દેવોની પહોંચના વિષયમાં એવી વાત છે કે કેટલાક દેવો ક્યારેક-ક્યારેક પોતાના પૂર્વજન્મના મિત્રો કે શત્રુ નારકો પાસે તેમને દુઃખમાંથી મુક્ત કરાવવા કે દુઃખ આપવાના ઉદ્દેશ્યથી પણ ત્યાં જતાં હોય છે. ભવનપતિ–દંડક બીજાથી અગિયારમા સુધી.
ભવનમાં રહેવાના કારણે તેઓ ભવનપતિ કહેવાય છે. તેમના ભવનોનીચેનાલોકમાં છે પરંતુ શ્રેણીબદ્ધ નથી. એકબીજાનાભવનોમાં અંતર છે, તેટલા માટે તેમના દસ વિભાગ કરવામાં આવ્યા છે—
અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુમાર, અગ્નિકુમાર,
=
સોળમો બોલ - ૧૨૩ ૦=
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org