________________
દીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર. છે. આ બધાને નરકની પછી એટલા માટે બતાવ્યા છે કે તેમના ભવનો પહેલા નરકના પ્રસ્તરમાં છે. બધા ભવનપતિઓ કુમાર” એટલા માટે કહેવાય છે કે તેઓ દેખાવમાં મનોહર તથા સુકુમાર છે, તેમની ગતિ મૃદુ અને મધુર છે તથા તેઓ ક્રીડાશીલ છે.
તિર્યંચ–દંડક બારમાથી વીસમા સુધી. તિર્યંચમાં દંડક-સ્થાન નવ માનવામાં આવ્યા છે. પ્રશ્ન–તિર્યંચ કોણ છે?
ઉત્તર–દેવ, નારક અને મનુષ્યને મુકીને બાકીના બધા સંસારી જીવો તિર્યંચ કહેવાય છે. દેવ, નારક અને મનુષ્ય માત્ર પંચેન્દ્રિય હોય છે પણ તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા પ્રકારના જીવો હોય છે. દેવ, નારક અને મનુષ્ય લોકના ખાસ-ખાસ ભાગોમાં મળી આવે છે. પરંતુ તિર્યંચનું સ્થાન લોકના બધા ભાગોમાં છે. લોકનો કોઈ પણ ભાગ એવો નથી જેમાં તિર્યંચ ન હોય. તિર્યંચના નવ ભેદ છે
૧. પૃથ્વીકાય, ૨. અપૂકાય, ૩. તેજસૂકાય, ૪. વાયુકાય, ૫. વનસ્પતિકાય, ૬. કીન્દ્રિય, ૭. ત્રીન્દ્રિય, ૮. ચતુરિન્દ્રિય, ૯. તિર્યંચ-પંચેન્દ્રિય.
આ બધાના એક-એક દંડક હોવાથી તિર્યંચના નવ દંડક બને છે. મનુષ્ય–દંડક એકવીસમો. મનુષ્ય પંચેન્દ્રિયનો માત્ર એક દંડક માન્યો છે. વ્યન્તર–દંડક બાવીસમો.
બધા વ્યંતર દેવો મધ્ય લોકમાં રહે છે. તેઓ પોતાની ઈચ્છાથી અથવા બીજાની પ્રેરણાથી ભિન્ન-ભિન્ન સ્થાનોમાં જાય-આવે છે. તેઓ વિવિધ પ્રકારના પર્વતો અને ગુફાઓના આંતરા તથા વનોના આંતરામાં વસવાને કારણે વ્યંતર કહેવાય
હર જીવ-અજીવ ૦ ૧૨૪ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org