________________
છે. તે આઠ પ્રકારના છે
પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ.
આ આઠ પ્રકારના વ્યંતરોનાં અલગ-અલગ ચિહ્નો હોય છે. તેમનાં ચિહ્નો મોટા ભાગે વૃક્ષ જાતિના હોય છે. તેમનો એક દંડક માનવામાં આવ્યો છે.
જ્યોતિષ્ઠ–દંડક ત્રેવીસમો. પ્રકાશમાન વિમાનોમાં રહેવાને કારણે આ દેવો જ્યોતિષ્ક કહેવાય છે. આપણને જે સૂર્ય-ચન્દ્ર દેખાય છે, તેઓ જ્યોતિષ્ક દેવો નથી, તેઓ તો તેમના વિમાન છે. તેના પર તેઓ
ક્યારેક-ક્યારેક ક્રીડા કરવા આવે છે. તેમનો શાશ્વતિક નિવાસ પૃથ્વી પર હોય છે. મનુષ્ય-લોકમાં જે જ્યોતિષ્કો છે તેઓ સદા ભ્રમણક્રીડા કરે છે. તેઓ પાંચ પ્રકારના છે–સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા.
મનુષ્ય-લોકની બહારના સૂર્ય વગેરે જ્યોતિષ્ક-વિમાનો સ્થિર છે. તેમની વેશ્યા અને તેમનો પ્રકાશ પણ એક સમાન રહે છે.
સમસ્ત જ્યોતિષ્કોનો એક દંડક માનવામાં આવ્યો છે. વૈમાનિક–દંડક ચોવીસમો.
જ્યોતિષચક્રથી અસંખ્ય યોજન દૂર છવ્વીસ દેવલોક છે. તેમાં ઉત્પન્ન થનારા દેવો વૈમાનિક કહેવાય છે. તેઓ સહુથી અધિક વૈભવશાળી હોય છે. તે બે ભાગોમાં વહેંચાયેલાં છે— કલ્પોપપત્ર અને કલ્પાતીત. કલ્પનો અર્થ છે—મર્યાદા. કલ્પોપપન્ન દેવોમાં સ્વામી, સેવક, મોટા-નાના વગેરેની મર્યાદાઓ હોય છે. કલ્પાતીત દેવોમાં સ્વામી-સેવકનો કોઈ ભેદ નથી હોતો. તેઓ બધા “અહમિન્દ્ર હોય છે. કલ્પોપપત્ર તેઓ બાર પ્રકારના છે—
=૦ સોળમો બોલ - ૧૨૫ ==
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org