________________
૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનત્કુમાર, ૪. મહેન્દ્ર, ૫. બ્રહ્મલોક, ૬. લાંતક, ૭. મહાશુક્ર, ૮. સહસ્રાર, ૯. આનત, ૧૦. પ્રાણત, ૧૧. આરણ, ૧૨. અય્યત.
લોકાંતિક દેવો પણ કલ્પોપપન્ન છે. તે દેવો બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગના ત્રીજા રિષ્ટ નામના પ્રસ્તરમાં ચારે દિશાઓમાં રહે છે. તેઓ વિષય-રતિરહિત હોવાને કારણે દેવર્ષિ કહેવાય છે. અન્યોન્ય નાના-મોટા ન હોવાને કારણે તેઓ બધા સ્વતંત્ર છે. તેઓ તીર્થંકરના ગૃહત્યાગ વખતે તેમની સામે ઉપસ્થિત રહીને “બુક્ઝહ-બુઝહ’ શબ્દો દ્વારા પ્રતિબોધ કરવાના પોતાના આચારનું પાલન કરે છે.
કલ્પોપપન્ન દેવોની જેટલી પણ જાતિઓ છે, તે બધામાં સ્વામી-સેવક, નાના-મોટાનો ભેદ હોય છે. ૧. ઇન્દ્ર–સામાનિક વગેરે બધા પ્રકારના દેવોના સ્વામી.
૨. સામાનિક–તેઓ આયુષ્ય વગેરેમાં ઇન્દ્રની સમાન હોય છે. તેઓ પણ પૂજય હોય છે પરંતુ તેમનામાં ઈન્દ્રત્વ નથી હોતું.
૩. ત્રાયન્નિશ –તેઓ મંત્રી અથવા પુરોહિતનું કામ કરે
છે.
૪. પારિસદ–તેઓ મિત્રનું કામ કરે છે. (પરિષદના સભાસદ)
૫. આત્મરક્ષક–તેઓ શસ્ત્ર ધારણ કરીને આત્મરક્ષકનું કામ કરે છે.
૬. લોકપાલ–તેઓ સીમાની રક્ષા કરે છે. ૭. અનીક–તેઓ સૈનિક કે સેનાપતિનું કામ કરે છે. ૮. પ્રકીર્ણક–તેઓ નગરવાસી કે દેશવાસી સમાન છે.
૯. આભિયોગ્ય–તેઓ દાસ, સેવક કે નોકરની જેવા હોય છે. ૧૦. કિલ્પિષક–તેઓ અંત્યજ સમાન હોય છે.
= છે જીવ-અજીવ, ૧૨૬ છે
---
-
-
--
---
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org