SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પોપપન્ન દેવોમાં આ દસ પ્રકારના ભેદો મળે છે પરંતુ વ્યંતર અને જ્યોતિષ્મોમાં માત્ર આઠ પ્રકારના ભેદ મળે છે, ત્રાયસિઁશ અને લોકપાલ તેમનામાં નથી હોતા. કલ્પાતીત આ બાર સ્વર્ગોની ઉપર નવ ચૈવેયક દેવોના વિમાનો છે. લોક પુરુષના આકાર જેવો છે. આ નવ વિમાનો તે પુરુષની ગ્રીવા——ગળાના ભાગમાં હોવાથી ત્રૈવેયક કહેવાય છે. આ નવ વિમાનોની ઉપર પાંચ વિમાન બીજાં છે— ૧. વિજય, ૨. વૈજયન્ત, ૩. જયન્ત, ૪. અપરાજિત, ૫. સર્વાર્થસિદ્ધ. આ વિમાનો સહુથી ઉત્તર—પ્રધાન હોવાને કારણે અનુત્તર કહેવાય છે. નીચે-નીચેના દેવોથી ઉપર-ઉપરના દેવો આ સાત વાતોમાં અધિક-અધિક હોય છે ૧. સ્થિતિ—આયુ-કાળ. ૨. પ્રભાવ. ૩. સુખ—ઇન્દ્રિય-જન્ય સુખ. ૪. દ્યુતિ—શરીર, વસ્ત્ર, આભરણ વગેરેનું તેજ. ૫. લેશ્યાની વિશુદ્ધિ. ૬. ઇન્દ્રિય-વિષય—દૂરના વિષયોને ગ્રહણ કરવાનું ઇન્દ્રિય-સામર્થ્ય. ૭. અવધિ-જ્ઞાનનું સામર્થ્ય. નીચેના દેવોની અપેક્ષાએ ઉપરના દેવોમાં ચાર વાતો ઓછી મળે છે; જેમ કે— ૧. ગતિ—ગમનક્રિયા. ૨. દેહનું પરિમાણ. ૩. પરિગ્રહ—ધન, સંપત્તિ, વિમાન આદિ. ૪. અભિમાન—અહંકારની માત્રા. Jain Educationa International સોળમો બોલ - ૧૨૭ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005343
Book TitleJiva Ajiva
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy