________________
સત્તરમો બોલ
લેશ્યા છ
૧. કૃષ્ણ લેશ્યા ૪. તેજસ્લેશ્યા ૨. નીલ વેશ્યા ૫.પા લેશ્યા ૩. કાપોત લેશ્યા ૬. શુક્લ લેશ્યા
જીવના શુભાશુભ પરિણામોને લેશ્યા કહેવામાં આવે છે. કર્મયુક્ત આત્માનો પુગલ-દ્રવ્યો સાથે ઘનિષ્ટ સંબંધ થાય છે. આત્મા વડે પુગલોનું ગ્રહણ કરાય છે અને તે પુગલો તેના ચિંતનને પ્રભાવિત કરે છે. પૌદૂગલિક સહાયતા વિના વિચારોનું પરિવર્તન નથી થઈ શકતું. સારા પુગલો સારા વિચારોના સહાયક બને છે અને ખરાબ પુગલો ખરાબ વિચારોના. આ એક સામાન્ય નિયમ છે. કોઈ ક્ષેત્રમાં એવા અનિષ્ટ પુગલો હોય છે કે તે શુદ્ધ વિચારોને એકાએક બદલી નાખે છે. જૈન પરિભાષામાં આત્મીય વિચારોને ભાવ-લેશ્યા અને તેમના સહાયક પુગલોને દ્રવ્ય-લેશ્યા કહે છે.
જો કે આત્માનું સ્વરૂપ સ્ફટિકની જેવું સ્વચ્છ છે, તો પણ કર્મપુદ્ગલ વડે આવૃત્ત થવાને કારણે તેનું સ્વરૂપ વિકૃત બની રહે છે અને તે કર્મ-જન્ય વિકૃતિની ન્યૂનતા-અધિકતાના આધારે આત્માના પરિણામો(વિચારો) સારા-ખરાબ થતાં રહે છે. વિચારધારાની શુદ્ધિ અને અશુદ્ધિમાં અનંતગણો તરતમ ભાવ રહે છે. પુગલ-જનિત આ તરતમ ભાવને સંક્ષેપમાં છ ભાગોમાં વહેંચી નાખવામાં આવ્યો
જીવ-અજીવે ૧૨૮ સ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org