________________
છે. આ છ વિભાગોને વેશ્યા કહેવામાં આવે છે. તેમાં પહેલી ત્રણ અધર્મ-લેશ્યાઓ છે અને છેલ્લી ત્રણ ધર્મ-લેશ્યાઓ છે. વેશ્યાઓના નામ દ્રવ્ય-લેશ્યાઓના આધારે રાખવામાં આવ્યા છે. ૧. કૃષ્ણ-લેશ્યા
કાજળ-સમાન કૃષ્ણ અને લીમડાથી અનંતગણા કટુ યુગલોના સંબંધથી આત્મામાં જે પરિણામ થાય છે, તે કૃષ્ણ-લેશ્યા છે. ૨. નીલ-લેશ્યા
નીલમ જેવા નીલા અને સુંઠથી ય અનંતગણા તીખા પુગલોના સંબંધથી આત્મામાં જે પરિણામ થાય છે, તે નીલ-લેશ્યા છે. ૩. કાપોત-લેશ્યા
કબૂતરના ગળા જેવા રંગવાળા અને કાચી કેરીના રસથી ય અનંતગણા ખાટા પુગલોના સંબંધથી આત્મામાં જે પરિણામ થાય છે, તે કાપોત-લેશ્યા છે. ૪. તેજો વેશ્યા
હિંગળોક જેવા લાલ અને પાકેલી કેરીના રસથી પણ અનંતગણા મધુર પુગલોના સંયોગથી આત્મામાં જે પરિણામ થાય છે, તે તેજો વેશ્યા છે. પ.પદ્મ લેશ્યા
હળદર જેવા પીળા તથા મધથી અનંતગણા મીઠા પુદ્ગલોના સંયોગથી આત્મામાં જે પરિણામ થાય છે તે પધ લેશ્યા છે. ૬. શુક્લ લેયા
શંખ જેવા સફેદ અને ખાંડથી અનંતગણો ગળ્યા પુદ્ગલોના સંબંધથી આત્માનું જ પરિણામ થાય છે, તે શુક્લ લેશ્યા છે.
આ વેશ્યાઓના લક્ષણ આ પ્રકારે છે : માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓમાં અસંયમ રાખવો, વગર સમજે-વિચારે કામ કરવું, ક્રૂર વ્યવહાર કરવો વગેરે કૃષ્ણ લેશ્યાનાં પરિણામ છે.
કપટ કરવું, નિર્લજ્જ થવું, સ્વાદ-લોલુપ થવું, પૌગલિક સુખોની શોધ કરવી વગેરે નીલ ગ્લેશ્યાનાં પરિણામ છે.
== સત્તરમો બોલ ૦ ૧૨૯ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org