________________
સેવા કરે છે. આચાર્ય તેના તે જ રહે છે. ત્રીજા છ મહિનામાં આચાર્યપદ ધારણ કરનાર તપશ્ચર્યા કરે છે અને બાકીના આઠમાંથી કોઈ એકને આચાર્યપદ પર નિયુક્ત કરવામાં આવે છે તથા બાકીના સાત સેવારત રહે છે.
તપસ્યાનું વિધાન ક્રમાંક કાળ
જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ગ્રીષ્મકાળ ઉપવાસ બેલા તેલા ૨ શિયાળામાં બેલા તેલા ચોલા ૩ વર્ષાકાળમાં તેલા ચોલા પંચોલા*
આ ચારિત્ર સાતમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે. સૂક્ષ્મ-સંપાય ચારિત્ર
જે અવસ્થામાં ક્રોધ, માન અને માયાનો ઉપશમ કે ક્ષય થઈ જાય છે, માત્ર સૂક્ષ્મ લોભનો અંશ વિદ્યમાન રહે છે, તે સમુઠ્ઠલ અવસ્થામાં સૂક્ષ્મ-સંપાય નામનું ચારિત્રા પ્રાપ્ત થાય છે. યથાખ્યાત ચારિત્ર
જે અવસ્થામાં મોહ સર્વથા ઉપશાંત કે ક્ષીણ થઈ જાય છે તે અવસ્થાને યથાખ્યાત ચારિત્ર કહે છે. તેને વીતરાગ-ચારિત્ર પણ કહી શકાય છે. તેમાં પાપ-કર્મ લાગવાનું સર્વથા બંધ થઈ જાય છે. આ ચારિત્રના અધિકારી બે જાતના મુનિઓ હોય છે–ઉપશાંત મોહવાળા તથા ક્ષીણ મોહવાળા.
ઉપશાંત મોહવાળા મુનિઓ તે જ ભવમાં મોક્ષમાં જઈ શકતા નથી. ક્ષીણ મોહવાળા મુનિઓ તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
આ ચારિત્ર અગિયારમાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે. સામાયિક-ચારિત્રનું આંશિક રૂપે પાલન કરનાર(બાર વ્રતોનું પાલન કરનારા) કે આંશિક રૂપમાં આરંભ-સમારંભથી નિવૃત્ત થનાર દેશવ્રતી-શ્રાવક કહેવાય છે અને પાંચ ચારિત્રોનું યથાવિધિ પાલન કરનાર સાધુ કહેવાય છે. ૧. બેલા– બે દિવસના લગાતાર ઉપવાસ. ૨. તેલા–ત્રણ દિવસના લગાતાર ઉપવાસ. ૩. ચોલા ચાર દિવસના લગાતાર ઉપવાસ. 4. પંચોલા પાંચ દિવસના લગાતાર ઉપવાસ.
=
પચીસમો બોલ૦ ૧૮૧
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org