________________
થાય છે. ત્રણ કરણ—કરવું, કરાવવું, અનુમોદન કરવું અને ત્રણ યોગ–મન, વચન, કાયાથી પાપયુક્ત પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે સામાયિક ચારિત્ર છે. આનાથી અવ્રત-આશ્રવનો સંપૂર્ણપણે નિરોધ થઈ જાય છે. છેદોપસ્થાપ્ય ચારિત્ર આનો એક અર્થ છે -
વિભાગપૂર્વક મહાવ્રતોની ઉપસ્થાપના કરવી. આનો બીજો અર્થ છે.–પૂર્વ-પર્યાયનો છેદ થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે તે ચારિત્ર.
સામાયિક ચારિત્રામાં સાવદ્ય યોગનો ત્યાગ સામાન્ય રૂપે થાય છે. છેદોપસ્થાપ્ય ચારિત્રમાં સાવદ્ય યોગનો ત્યાગ છેદ(વિભાગ અથવા ભેદ)પૂર્વક થાય છે.
દીક્ષા ગ્રહણ કરતી વેળાએ સામાયિક ચારિત્ર અંગીકાર કરવામાં આવે છે. આમાં માત્ર “સબં સાવ નો પર્વવામિ સાવદ્ય યોગનો ત્યાગ કરવામાં આવે છે. પરંતુ દીક્ષિત થવાના સાત દિવસ કે છ મહિના પછી સાધકમાં પાંચ મહાવ્રતોનું વિભાગપૂર્વક આરોપણ કરવામાં આવે છે. તેને છેદોપસ્થાપ્ય ચારિત્ર કહેવામાં આવે છે.
પ્રથમ લીધેલી દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેનું છેદન કરી ફરીથી નવા સ્વરૂપે જ દીક્ષા લેવી તે પણ છેદોપસ્થાપ્ય ચારિત્ર છે.
સામાયિક અને છેદોપસ્થાપ્ય ચારિત્ર છઠ્ઠાથી નવમાં ગુણસ્થાન સુધી હોય છે. પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર
પરિહારનો અર્થ છે–વિશુદ્ધિની વિશિષ્ટ સાધના. આ વિશુદ્ધિમય ચારિત્રનું નામ પરિહાર-વિશુદ્ધિ છે.
આ ચારિત્રમાં પરિવાર નામની તપશ્ચર્યા કરવામાં આવે છે. નવ મુનિ સાથે મળીને આ ચારિત્રની આરાધનામાં અઢાર મહિના સુધી કઠોર તપશ્ચર્યા કરે છે. પ્રથમ છ મહિના ચાર સાધુઓ તપશ્ચર્યા કરે છે, ચાર સાધુઓ તેમની સેવા કરે છે. એક સાધુને આચાર્ય ચૂંટવામાં આવે છે. બીજા છ મહિના જે ચાર સાધુઓ સેવા કરતા હતા, તેઓ તપશ્ચર્યા કરે છે અને જેઓ તપશ્ચર્યા કરતા હતા, તેઓ
= ૩ જીવ-અજીવ, ૧૮૦ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org