________________
ગતિ શબ્દનો અર્થ છે ચાલવું, એક સ્થાનેથી બીજા સ્થાને જવું. પરંતુ અહીં ગતિ શબ્દનો વ્યવહાર એક જન્મ-સ્થિતિમાંથી બીજી જન્મ-સ્થિતિમાં અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાના અર્થમાં થયો છે. જેવી રીતે મનુષ્ય-અવસ્થામાં જીવ મનુષ્યગતિ કહેવાય છે અને તે જ જીવ તિર્યંચ અવસ્થાને પામે ત્યારે આપણે તેને તિર્યંચ ગતિ કહીશું.
આપણા આ મનુષ્ય-લોકની નીચે સાત પૃથ્વીઓ છે, જે નરક
તે
કહેવાય છે. તેમાં ઉત્પન્ન થનાર જીવોને નરક-ગતિ કહેવાય છે. દેવ-અવસ્થાને દેવ-ગતિ અને મનુષ્ય-અવસ્થાને મનુષ્ય-ગતિ કહે છે. એક ઇન્દ્રિયવાળા જીવોથી લઈને બે, ત્રણ, ચાર અને પાંચ આ પ્રકારે બધી ઇન્દ્રિયવાળા જીવો જેમાં જન્મ ધારણ કરે છે, તિર્યંચ-ગતિ છે. મનુષ્ય અને તિર્યંચ-ગતિ આપણી આંખોની સામે છે. નરક અને દેવ-ગતિ જો કે આપણી પ્રત્યક્ષ નથી તો પણ આપણે તેના અસ્તિત્વનો ઇન્કાર નથી કરી શકતા. આત્મા અને પુણ્યપાપ છે, તો પછી નરક અને સ્વર્ગને કેમ ન માની શકાય ? સંસારના બધા જીવો પોતાના કર્માનુસાર તેમાં પરિભ્રમણ કરતા રહે છે. ૧. નરક-ગતિ
-
નરક સાત છે રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, મહાતમઃપ્રભા. ૨. તિર્યંચ-ગતિ
એક ઇન્દ્રિયવાળા જીવોથી માંડીને પાંચ ઇન્દ્રિયોવાળા ખેચર (આકાશચારી) સુધીના જે જીવો દર્શાવવામાં આવ્યા છે તે તિર્યંચ
ગતિ છે.
૩. મનુષ્ય-ગતિ
મનુષ્યની અવસ્થા પ્રાપ્ત કરવી તે મનુષ્ય-ગતિ છે. મનુષ્ય બે પ્રકારના હોય છે સંજ્ઞી અને અસંજ્ઞી. જે મનુષ્યોને મન હોય છે, તે સંજ્ઞી કહેવાય છે અને જેમને મન નથી હોતું તે અસંશી કહેવાય છે. સંજ્ઞી મનુષ્ય ગર્ભથી પેદા થાય છે અને અસંજ્ઞી મનુષ્ય મનુષ્ય-જાતિના મળ, મૂત્ર, શ્લેષ્મ આદિ ચૌદ સ્થાનોમાં પેદા થાય છે. તે અત્યંત સૂક્ષ્મ હોય છે, એટલે આપણને દેખાતા નથી.
પહેલો બોલ ૦ ૩
Jain Educationa International
―――
For Personal and Private Use Only
www.jainelibrary.org