________________
જન્મ, જરા, મૃત્યુ, શોક, ભય વગેરે કંઈપણ હોતું નથી. પ્રત્યેક સિદ્ધનો આત્મ-વિકાસ સમાન હોય છે. સિદ્ધોના પંદર ભેદ ચરમસંસાર-અવસ્થાની અપેક્ષાથી કરવામાં આવે છે; જેમ કે – ગૃહસ્થના વેશમાં મુક્તિ મેળવનારા ગૃહલિંગ-સિદ્ધ, જૈન-મુનિના વેશમાં મુક્તિ મેળવનારા સ્વલિંગ-સિદ્ધ અને અન્ય સાધુઓના વેશમાં મુક્તિ મેળવનારા અન્યલિંગ-સિદ્ધ કહેવાય છે. તેવી જ રીતે સ્ત્રી-જન્મમાં, પુરુષ-જન્મમાં તથા કૃત્રિમ નપુંસક-જન્મમાં મુક્ત થનારા ક્રમશ: સ્ત્રી-સિદ્ધ, પુરુષ-સિદ્ધ અને નપુંસક-સિદ્ધ કહેવાય છે. સિદ્ધ થયા પછી તેમનું સંસારચક્ર સદા માટે બંધ થઈ જાય છે.
दग्धे बीजे यथात्यन्तं, प्रादुर्भवति नांकुरः ।
कर्मबीजे तथा दग्धे, न रोहति भवांकुरः ।। – જેવી રીતે બાળી દીધેલાં બીજમાં અંકુર ફૂટતો નથી, તેવી જ રીતે કર્મ-બીજ બળી જાય ત્યારે આત્મામાં ભવાંકુર (જન્મમૃત્યુની પરંપરા) પેદા થતો નથી.
જેમને કર્મ-મળ લાગેલો હોય છે તે જીવો સંસારી કહેવાય છે. સંસારી જીવ વિવિધ પ્રકારનાં કર્મ-પુદ્ગલોથી જકડાયેલાં હોય છે, એટલા માટે તેમની સ્થિતિ એક સમાન નથી હોતી. કોઈ જીવ એક ઇન્દ્રિયવાળો હોય છે તો કોઈ પાંચ ઇન્દ્રિયવાળો, કોઈ કસ, કોઈ સ્થાવર, કોઈ સમનસ્ક, કોઈ અમનસ્ક. આ રીતે સંસારી જીવોના અગણિત પ્રકારો પાડી શકાય છે.
આપણે જાણીએ છીએ કે આત્મા અમર છે. અમુક મરી ગયો છે, અમુક જન્મો છે –– એ પણ જાણીએ છીએ. અમર પદાર્થનું મૃત્યુ નથી હોતું અને મૃત્યુ વિના કોઈ પેદા થતું નથી, તો પછી આત્માનાં મરણ અને જન્મ કેવી રીતે થાય છે?
જન્મ અને મરણથી આત્માનું અસ્તિત્વ ટાળી શકાતું નથી. તે તો આત્માની અવસ્થાઓ છે – આત્માને એક જન્મ-સ્થિતિમાંથી બીજી જન્મ-સ્થિતિમાં પહોંચાડનાર છે. સંસારી જીવોની મુખ્ય ભવસ્થિતિઓ (જન્મ-સ્થિતિઓ) ચાર છે. તેમને ચાર ગતિ કહેવામાં આવે છે – ૧. નરક ગતિ, ૨. તિર્યંચ ગતિ, ૩. મનુષ્ય ગતિ અને ૪. દેવ ગતિ.
|
જીવ-અજીવ રે લ
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org