________________
અને વક્ર. અંતરાલ-ગતિ સમયે સ્થૂળ શરીર હોતું નથી, તે મૃત્યુ સમયે છૂટી જાય છે. કાર્પણ અને તેજસ – આ બે સૂક્ષ્મ શરીરો જીવની સાથે રહે છે. તે સમયે ગતિનું સાધન કાર્મણ-શરીર હોય
છે.
પૂર્વ શરીરને છોડીને બીજા સ્થાનમાં જનાર જીવ બે પ્રકારના હોય છે—એક તો તે કે જે સ્થળ અને સૂક્ષ્મ બંને પ્રકારના શરીરોને સદા માટે છોડીને બીજા સ્થાનમાં ચાલ્યા જાય છે અને બીજા તે કે જે પ્રથમના સ્થૂળ શરીરને છોડીને નવું સ્થૂળ શરીર પ્રાપ્ત કરે છે. પ્રથમ પ્રકારના જીવ મુક્ત હોય છે અને બીજા પ્રકારના જીવ સંસારી કહેવાય છે. મોક્ષ-ગતિમાં જનારો જીવ ઋજુ-ગતિથી જ જાય છે, વક્ર-ગતિથી નહીં. પુનર્જન્મને માટે સ્થાનાંતરમાં જનારા જીવોની ઋજુ અને વક્ર – બંને ગતિઓ હોય છે. ઋજુ અને વક્ર-ગતિનો આધાર ઉત્પત્તિ-ક્ષેત્ર છે. જ્યારે ઉત્પત્તિ-ક્ષેત્ર મૃત્યુ-ક્ષેત્રાની સમશ્રેણીમાં હોય છે તો જીવ એક જ સમયે ત્યાં પહોંચી જાય છે. જો ઉત્પત્તિ-ક્ષેત્ર વિષમ-શ્રેણીમાં હોય તો ત્યાં પહોંચવામાં જીવને એક, બે કે ત્રણ વળાંક લેવા પડે છે.
ઋજુ-ગતિથી સ્થાનાંતર કરતી વેળાએ જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી. તે પૂર્વ-શરીરને છોડે છે ત્યારે તેને તેમાંથી (પૂર્વશરીરમાંથી ઉત્પન્ન વેગ મળે છે અને તે ધનુષ્યમાંથી છૂટેલાં બાણની જેમ સીધો નવા સ્થાનમાં પહોંચી જાય છે.
વક્ર-ગતિ વાંકી-ચૂકી હોય છે. તેમાં વળવાનું સ્થાન આવતાં જ પૂર્વ-દહ-જનિત વેગ મંદ પડી જાય છે અને સૂક્ષ્મ-શરીર (કાર્મણશરીર) દ્વારા જીવ નવો પ્રયત્ન કરે છે. આ કાર્પણ-યોગ કહેવાય છે. વળાંકના સ્થાનમાં જીવ કાર્મણ-યોગ વડે નવો પ્રયત્ન કરી પોતાના ગંતવ્યસ્થાનમાં પહોંચી જાય છે.
અંતરાલ-ગતિનું કાલમાન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર સમયનું છે. જ્યારે ઋજુ-ગતિ હોય ત્યારે એક સમય અને જયારે વક્ર-ગતિ હોય ત્યારે બે, ત્રણ કે ચાર સમય લાગે છે. જે વક્રગતિમાં એક વળાંક હોય તેનું કાલમાન બે સમય, જેમાં બે વળાંક હોય તેનું કાલમાન ત્રણ સમય અને જેમાં રાણ વળાંક હોય તેનું કાલમાન ચાર સમયનું હોય છે.
= દસ
પહેલો બોલ - ૫
ર =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org