________________
પૌગલિક છે. આત્માને પૌગલિક સુખ-દુઃખનો જેટલો પણ અનુભવ થાય છે તે બધો શરીર દ્વારા જ થાય છે. એટલા માટે શરીરની પરિભાષા પણ આ પ્રકારે કરવામાં આવે છે –
પૌત્નિસુહાનુભવIધનં શરીરમ્' ઔદારિક શરીર
જે શરીર ધૂળ પુદ્ગલોમાંથી નિષ્પન્ન થાય છે તે ઔદારિક શરીર છે. વૈક્રિય આદિ ચારેય શરીર સૂક્ષ્મ, સૂક્ષ્મતર પુદ્ગલોનાં બનેલાં હોય છે. ઔદારિક શરીર આત્માથી છૂટું પડ્યા પછી પણ ટકી શકે છે, પરંતુ વૈક્રિય વગેરે શરીરો આત્માથી અલગ થતાં જ વિખેરાઈ જાય છે. ઔદારિક શરીરનું છેદન-ભેદન કરી શકાય છે, પરંતુ અન્ય શરીરોમાં છેદન-ભેદન સંભવતું નથી. મોક્ષની પ્રાપ્તિ પણ માત્ર ઔદારિક શરીર વડે જ થઈ શકે છે. ઔદારિક શરીરમાં હાડકાં, માંસ, રક્ત આદિ હોય છે. તેનો સ્વભાવ છે ગળવું, સડવું અને વિનાશ પામવો. વૈક્રિય શરીર
જે શરીર વડે નાના થવાની, મોટા થવાની, સૂક્ષ્મ થવાની, સ્થૂળ થવાની, એકરૂપ થવાની, અનેકરૂપ થવાની વગેરે વિવિધ ક્રિયાઓ કરી શકાય છે તે વૈક્રિય શરીર છે. જે શરીરમાં હાડકાં, માંસ, રક્ત ન હોય તથા જે મર્યા પછી કપૂરની માફક ઊડી જાય તેને વૈક્રિય શરીર કહે છે. આહારક શરીર
ચતુર્દશ પૂર્વધર મુનિ આવશ્યક કાર્ય કરવા માટે જે વિશિષ્ટ પુગલોનું શરીર બનાવે છે, તે આહારક શરીર છે.'
૧.તત્ત્વોમાં કોઈ શંકા થાય ત્યારે તીર્થકર અથવા કેવલીની સમીપે જવા માટે લબ્ધિધારી મુનિ પોતાના શરીરમાંથી એક હાથનું પૂતળું બહાર કાઢે છે અને તે પૂતળાને તીર્થકર કે કેવલી પાસે મોકલે છે. જો ત્યાંથી તીર્થકર કે કેવલી વિહાર કરી ગયા હોય તો તે સ્થાન પર પેલા એક હાથ લાંબાં પૂતળામાંથી હાથનું પૂતળું બહાર કાઢે છે. તે પૂતળું તીર્થકર કે કેવલીની પાસે જઈને પ્રશ્નનો ઉત્તર લઈને એક હાથવાળા પૂતળામાં પ્રવેશ કરે છે અને ફરી એક હાથનું પૂતળું તે મુનિના શરીરમાં પ્રવેશ કરી પ્રશ્નનો ઉત્તર આપે છે. આ સમગ્ર ક્રિયા અત્યંત અલ્પકાળમાં જ સમ્પન્ન થઈ જાય છે. પ્રશ્નકર્તાને પત્તો પણ નથી લાગતો કે મેં ઉત્તર વિલંબથી મેળવ્યો છે.
= દર સાતમો બોલ - ૩૩
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org