________________
શરીર પાંચ ૧. ઔદારિક
૨. વૈક્રિય
૩. આહારક
૪. તૈજસ
૫. કાર્મણ
જેના વડે ચાલવું, ફરવું, ખાવું-પીવું વગેરે ક્રિયાઓ થાય છે, પ્રતિ ક્ષણ જીર્ણ થવું જેનો સ્વભાવ છે, જે શ૨ી૨-નામકર્મના ઉદયથી બને છે અને જે સંસારી આત્માઓનું નિવાસ-સ્થાન હોય છે, તેને શરીર કહે છે.
સાતમો બોલ
આત્મા રૂપરહિત છે. તેને આપણે જોઈ નથી શકતા. પણ સંસારી આત્માઓને એક દૃષ્ટિકોણથી રૂપયુક્ત પણ માનવામાં આવે છે. એટલા માટે તે આપણી પ્રત્યક્ષ પણ છે. સંસારના સમસ્ત આત્માઓને શરી૨ હોય છે. શરીરને આપણે જોઈએ છીએ, ત્યારે આત્માનો આપણને એની મેળે જ બોધ થઈ જાય છે.
આત્મા સ્વયં શરીરનું નિર્માણ કરી તેને પોતાની સમસ્ત જીવનક્રિયાનું સાધન બનાવે છે. આથી તેના ચાલ્યા ગયા પછી તે ક્રિયાઓનો નાશ થઈ જાય છે. એ નિશ્ચિત છે કે શરીર આત્માઓથી સર્વથા જુદુ છે. આત્માઓ જ્ઞાનમય છે અને શરીર જ્ઞાનશૂન્ય છે
જીવ-અજીવ ૦૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org