________________
તૈજસ શરીર
જે શરીર આહારાદિ પચાવવામાં સમર્થ હોય છે અને જે તેજોમય છે તે તૈજસ શરીર છે. તેને વિદ્યુત શરીર પણ કહેવામાં આવે છે. કાર્મણ શરીર
જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોના પુદ્ગલસમૂહ વડે જે શરીર બને છે તે કાર્મણ શરીર છે.
તેમાં તૈજસ અને કાર્મણ–આ બે શરીરો પ્રત્યેક સંસારી આત્માના પ્રત્યેક કાળે વિદ્યમાન હોય છે. ઔદારિક શરીર જન્મસિદ્ધ હોય છે. વૈક્રિય શરીર જન્મસિદ્ધ અને લબ્લિસિદ્ધ બંને પ્રકારના હોય છે. આહારકશરીર યોગશક્તિથી પ્રાપ્ત થાય છે. પ્રવાહરૂપમાં આત્મા અને શરીરનો સંબંધ અનાદિ છે અને વ્યક્તિરૂપે સાદિ.
ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરનાં અંગોપાંગ હોય છે. બાકીના શરીરોનાં નથી હોતાં.
ઔદારિક વગેરે ચારે શરીરોનું નિમિત્ત છે કાશ્મણશરીર. કાર્મણશરીરનું નિમિત્ત છે આશ્રવ.
જીવ એક શરીરને ત્યજીને બીજા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરી શકે? આ સમસ્યા કેટલાય આત્મવાદીઓને પણ જટિલ જણાય છે, પણ કાર્મણશરીરનું જ્ઞાન થાય એટલે આ સમસ્યા સરળતાથી ઉકલી જાય છે. જ્યાં સુધી મુક્તિ નથી થતી ત્યાં સુધી આત્મા અશરીરી પણ નથી હોતો. આત્મા એક સ્થૂળ શરીરને ત્યજીને બીજા સ્થૂળ શરીરમાં ત્યારે જ પ્રવેશ કરી શકે છે જ્યારે કાર્મણશરીર આત્માની સાથે લાગેલું રહે. તૈજસ અને કાર્મણ શરીર અત્યંત સૂક્ષ્મ શરીરો છે. આથી સમગ્ર લોકની કોઈપણ વસ્તુ તેમના પ્રવેશને અટકાવી શકતી નથી. સૂક્ષ્મ વસ્તુ વગર અવરોધે સર્વત્ર પ્રવેશ કરી શકે છે, જેમ કે–અતિ કઠોર લોઢાના ગોળામાં અગ્નિ.
તૈજસ અને કાર્મણ—આ બે શરીરો બધા સંસારી જીવોને • પ્રવાહરૂપે સદા હોય છે. ઔદારિક વગેરે બદલતાં રહે છે.
એક સાથે એક સંસારી જીવને ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર સુધી શરીર હોઈ શકે છે, પાંચ ક્યારેય નહીં.
જ
જીવ-અજીવ ૦ ૩૪ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org