________________
જો ઇચ્છાનુસાર મળે તો તો કર્મનામની કોઈ વસ્તુ જ નથી રહેતી. બસ જે કંઈ ઈચ્છા કરી, તે મળી ગયું. આવી હાલતમાં તો બસ ઇચ્છા જ સાર છે. ભલે તેને ચિંતામણિ કહીએ ભલે કલ્પવૃક્ષ. જો કર્મ જેવી કોઈ ચીજ હોય તો તો તદનુસાર જ ફળ મળશે. સારા કર્મનું સારું ફળ હશે, ખરાબનું ખરાબ. “વૃદ્ધિ મનુલારિણી'—જેવું કર્મ હોય છે તેવી જ બુદ્ધિ થઈ જાય છે. જેવી બુદ્ધિ હોય છે તેવું જ કામ કરવામાં આવે છે અને જેવું કામ કરવામાં આવે છે તેવું જ ફળ મળે છે–આ નાનકડા વાક્યથી આ વિષય અધિક સ્પષ્ટ થઈ જાય છે. આથી કર્મનું ફળ ભોગવવામાં કોઈ ન્યાયાધીશની જરૂર નથી. એક મનુષ્ય પોતાના પૂર્વકૃત કમોંના બળે હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, વ્યભિચાર-દુરાચાર–સેવન કરે છે. ન્યાયાધીશનું શું બગડી જતું હતું કે તેને કર્મનું ફળ દેવાના આ નિંદનીય કાર્યોમાં જોડવો પડ્યો ? ન્યાયાધીશ તો ખરાબ આદતોને છોડાવવા માટે કર્મનું ફળ આપે છે. તો પછી હિંસા, ચોરી વગેરે વડે કર્મફળ ભોગવવાનો રસ્તો કેમ પસંદ કરવામાં આવ્યો તે પરમ દયાળુ ન્યાયાધીશ ઈશ્વર દ્વારા?
જૈન-દર્શન અનુસાર આ સૃષ્ટિ અનાદિ અને અનંત છે. આ સૃષ્ટિનો ન તો કદી આરંભ થયો હતો અને ન કદી અંત પણ થશે. આ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર કોઈ નથી. અન્ય દર્શનો અનુસાર સંસાર સૃષ્ટિ છે–એક કાર્ય છે, એટલા માટે તેનો કર્યા પણ અવશ્ય છે અને તેનું જ નામ ઈશ્વર છે. આ તર્કને માની લેવાથી ઘણા નવા પ્રશ્નો ઊભા થાય છે. જેમ કે–
જો પ્રત્યેક કાર્યનો સંચાલક ઇશ્વર હોય તો જીવોને સુખ-દુઃખ આપવામાં ઈશ્વર ઉપર પક્ષપાતી થવાનો દોષ લાગે છે. જે જીવો સુખી છે તેમના પર ઈશ્વરને પ્રેમ છે અને જે દુઃખી છે તેમના પ્રત્યે ઈશ્વરને દ્વેષ છે. આવા ઇશ્વરનો આત્મા રાગ-દ્વેષથી મલિન છે. આથી આપણે આવા ઇશ્વરને પરમાત્મા કેવી રીતે માનીએ?
જો સૃષ્ટિ ઉત્પન્ન કરનારી કોઈ શક્તિને માનીએ તો તેનો કર્તા અથવા સ્વામી પણ કોઈને માનવો પડશે અને પછી તેનો પણ સ્વામી. આ રીતે એક પછી એક એવા સ્વામીઓની હાર ખડકાઈ જશે જે અનંત સુધી લાંબી થશે, છતાં પણ સ્વામીનો અંત નહીં આવે. ઈશ્વરને કર્તા માની લેવાથી પુરુષાર્થ માટે કોઈ સ્થાન બચતું
= . દસમો બોલ ૦૬૭ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org