________________
નથી. જેવી કર્તાને ગમી તેવી સૃષ્ટિ રચી કાઢી.
જૈન-દર્શન અનુસાર આત્મા જ પોતાના કર્મોનો કર્તા છે અને તે જ સુખ-દુઃખનો ભોક્તા છે. ૫૨માત્મા રાગ-દ્વેષરહિત છે, તેને સંસા૨થી શું મતલબ?
પ્રશ્ન—પરિસ્થિતિ અનુસાર એકસાથે લાખો માણસો મરી જાય છે. જે ધર્મિષ્ઠ છે તેઓ દુ:ખી દેખાય છે, જે પાપી છે તે આનંદ કરે છે. આથી આ બધાંનું કારણ પરિસ્થિતિ જ છે, કર્મ શા માટે ?
ઉત્તર-યુદ્ધમાં જે એકસાથે લાખો મનુષ્યો મરે છે તેનું કારણ આયુષ્યકર્મની ઉદીરણા છે. ઉદીરણાનો અર્થ છે—નિયતકાળમાં ઉદયમાં આવતા કર્મને વિશેષ પ્રયત્ન દ્વારા તે (નિયતકાંળ)થી પહેલા ઉદયમાં લાવી ભોગવી લેવાં. જે જે આકસ્મિક ઘટનાઓ બને છે તે તેમાં ઉદીરણાનો મુખ્ય હાથ છે. પરિસ્થિતિ એક પ્રકારે કર્મનું ફળ છે. જેમના જેવા કર્મ કરેલાં હોય છે તેમને તેવી જ અવસ્થામાં પોતાનું જીવન વિતાવવું પડે છે. પરિસ્થિતિનું જે પરિવર્તન થાય છે તેનું કા૨ણ તો કર્મ જ છે. એક જણ મોટા કુળમાં જન્મે છે અને અંતમાં ધૂળ ફાકતો મરે છે. એક જણ ગરીબ ઘરમાં જન્મે છે અને અંતમાં આખી દુનિયા પર રાજ્ય કરે છે. કોઈના જીવનનો પૂર્વાર્ધ સુખમય છે અને કોઈના જીવનનો ઉત્તરાર્ધ. કોઈ ધનવાન દેશમાં પણ ગરીબ છે અને કોઈ ગરીબ દેશમાં ધનકુબે૨. ધન છે પણ શરીર અસ્વસ્થ છે. શરીર સ્વસ્થ છે પણ ધન નથી. આ બધી પરિસ્થિતિઓનું પરિવર્તન કર્મ વડે જ થાય છે. એટલા માટે કર્મ જ મુખ્ય છે. કર્મ જ પરિસ્થિતિને બદલનાર છે. કર્મનો પ્રભાવ અચૂક છે. જો પૂર્વભવમાં ખરાબ કર્મો બાંધ્યાં છે અને તે નિયત છે, તો વર્તમાનમાં ધર્મપરાયણ હોવા છતાં પણ તેઓ પોતાનું ફળ આપશે અને જો સારાં કર્મ બાંધ્યાં છે અને નિયત છે, તો વર્તમાનમાં પાપી હોવા છતાં તેઓ પોતાનું ફળ આપશે. આ પ્રસંગમાં એક વાત વધુ પણ જાણી લેવી જોઈએ—કર્મ પર ભરોસો રાખી ઉદ્યમને ભૂલી જવાની વાત જૈન-દર્શને ક્યારેય નથી શીખવાડી. જૈન દૃષ્ટિથી જેવું કર્મ છે, તેવો જ ઉદ્યમ. કર્મની મુખ્યતા નથી, ઉદ્યમનો વિરોધ નથી, પરંતુ બંનેનો સમન્વય છે. આત્મવિકાસ માટે તેમાં વિશાળ ક્ષેત્ર છે .
કર્મવાદનો સિદ્ધાંત જીવનમાં આશા, ઉત્સાહ અને સ્ફૂર્તિનો
જીવ-અજીવ ૦ ૬૮
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org