________________
સંચાર કરે છે. તેના પર પૂર્ણ વિશ્વાસ થયા બાદ નિરાશા, અનુત્સાહ અને આળસ તો ટકી જ નથી શકતાં. સુખ-દુઃખના મોજાં આત્માને વિચલિત નથી કરી શકતાં. •
કર્મ જ આત્માને જન્મ-મરણના ચક્રમાં ઘુમાવે છે. આપણી વર્તમાન અવસ્થા આપણા જ પૂર્વકૃત કર્મોનું ફળ છે. મનુષ્ય જે કંઈ પામે છે તે તેણે જ વાવેલી ખેતી છે.
આપણે આપણા વિચારો અને વાસનાઓને અનુરૂપ પોતાનું ભાગ્યનિર્માણ કરીએ છીએ. આજે આપણે જે કંઈ છીએ તે આપણાં જ પૂર્વ જન્મોનું ફળ છે. આપણી વર્તમાન અવસ્થાને માટે ઇશ્વર જવાબદાર નથી. આપણે પોતે જ પોતાની આ અવસ્થા માટે જવાબદાર છીએ–જો આ તથ્યને, આત્માના આ ગુપ્ત ભેદને આપણે સારી રીતે સમજી લઈએ તો આપણે આપણા ભવિષ્યનું એવું સુંદર નિર્માણ કરી શકીએ કે આપણું પતન તો અટકી જશે અને જ્યાં સુધી જીવનનું લક્ષ્ય પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી ક્રમશઃ ઊંચા ને ઊંચા ચઢતા જઈશું.'
આત્મા કોઈ રહસ્યમય શક્તિશાળી વ્યક્તિની શક્તિ અને ઈચ્છાને અધીન નથી. તેને પોતાની અભિલાષાઓની પૂર્તિ માટે શક્તિશાળી સત્તા (ઈશ્વર)નો દરવાજો ખટખટાવવાની જરૂરત નથી. આત્મોત્થાનને માટે કે પાપોનો નાશ કરવા માટે આપણે કોઈ પણ શક્તિની આગળ ન તો દયાની ભીખ માગવાની જરૂર છે, ન તો તેની સામે રોવાની, ગદ્ગદ્ થવાની કે મસ્તક નમાવવાની. કર્મવાદ આપણને બતાવે છે કે સંસારના બધા આત્માઓ એક સમાન છે, બધામાં એક સરખી શક્તિઓ વિદ્યમાન છે. ચેતન જગતમાં જે ભેદભાવ નજરે પડે છે તેનું કારણ આ આત્મિક શક્તિઓનો ઓછો-વધતો વિકાસ જ છે.
કર્મવાદ અનુસાર વિકાસની સર્વોચ્ચ સીમાએ પહોંચેલ વ્યક્તિ જ ઈશ્વર છે, પરમાત્મા છે. આપણી શક્તિઓ કમથી ઢંકાયેલી છે, અવિકસિત છે, પરંતુ આત્મબળ વડે કર્મનું આવરણ દૂર થઈ શકે છે અને આ શક્તિઓનો વિકાસ કરી શકાય છે. વિકાસના સર્વોચ્ચ શિખર પર પહોંચીને આપણે પરમાત્મસ્વરૂપને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રત્યેક આત્મા પ્રયત્નવિશેષથી પરમાત્મા બની શકે છે.
= દસ દસમો બોલ ૦૬૯ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org