________________
જૈન-દર્શનમાં કોઈ પણ કાર્યની ઉત્પત્તિ માટે કર્મ અને ઉદ્યમ– એ બંને જ નહીં, પરંતુ પાંચ કારણ માનવામાં આવ્યાં છે, જેવાં કે—કાળ, સ્વભાવ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ. કાળ
ભાગ્ય, પુરુષાર્થ કે સ્વભાવ–કોઈ પણ કાળ વિના કાર્ય કરી શકતું નથી. શુભાશુભ કમોંનું ફળ તરત જ નથી મળતું, પરંતુ કાલાંતરમાં નિયત સમય પર જ મળે છે. એક નવજાત શિશુને બોલવાનું કે ચાલવાનું શીખવાડવા માટે ભલે કેટલોય ઉદ્યમ અને પ્રયત્ન કરવામાં આવે, તે જન્મતાવેંત જ બોલવાનું કે ચાલવાનું નથી શીખી શકતું. તે કાળ કે સમય જતાં જ શીખશે. દવા પીતાં જ રોગ મટી જતો નથી, સમય લાગે છે. કેરીની ગોટલીનો મહાવૃક્ષના રૂપમાં પરિણત થવાનો તથા હજારો કેરી ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે પરંતુ તો પણ તેને વાવતાંની સાથે જ ફળ નથી મળતું, સમય લાગે છે. આ
પ્રત્યેક વસ્તુને ઉત્પન્ન કરનાર, સ્થિર કરનાર, સંહાર કરનાર, સંયોગમાં વિયોગ અને વિયોગમાં સંયોગ કરનાર કાળ જ છે. સ્વભાવ
કેરીની ગોટલીમાં અંકુરિત થઈને વૃક્ષ બનવાનો સ્વભાવ છે, આથી માળીનો પુરુષાર્થ કામ લાગે છે. માલિકનું ભાગ્ય ફળ આપે છે અને કાળના બળથી અંકુર વગેરે બને છે. પ્રત્યેક વસ્તુનો પોતપોતાનો સ્વભાવ હોય છે. બાવળનું વૃક્ષ કદી કેરી ઉત્પન્ન કરી શકતું નથી. કર્મ
એક જમાના બે બાળકો છે–એક સુંદર અને બુદ્ધિમાન, બીજું કુરૂપ અને મૂર્ખ. એમ કેમ? કાળ, પુરુષાર્થ, સ્વભાવ બંનેમાં સમાન હતા, છતાં આવું અંતર કેમ? એક જ મા-બાપનાં રજ અને વીર્ય, એક જ ગર્ભમાંથી ઉત્પન્ન થવું, એક જ વાતાવરણ, છતાં અંતર કેમ? આ બધો કર્મનો પ્રભાવ છે. જે જીવે પૂર્વ જન્મમાં સારા કર્મ કર્યા હતાં તેને સારો સંયોગ પ્રાપ્ત થયો અને જેણે ખરાબ કર્મ કર્યા હતાં તેને પ્રતિકૂળ સંયોગ મળ્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org