________________
પુરુષાર્થ
સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે, પરંતુ મુક્ત કરાવવામાં કર્મ સમર્થ નથી. મુક્તિ પ્રાપ્ત કરવામાં પુરુષાર્થની સત્તા ચાલે છે. પૂર્વ જન્મના સારા ઉદ્યમ અને સારા કર્મોનો બંધ થવા છતાં પણ વર્તમાનના ઉદ્યમ વિના પૂર્વસંચિત શુભ કર્મ પણ ઇષ્ટ ફળ આપી નથી શકતાં. તેના માટે ઉદ્યમ જરૂરી છે. લોટ, પાણી અને અગ્નિ બધું તૈયાર હોય તો પણ ભાગ્યના ભરોસે બેઠા રહેવાથી ભોજન બનતું નથી. પીરસેલી રોટલી હાથ હલાવ્યા વિના મોંમાં જઈ શકતી નથી. વર્તમાનમાં ઉદ્યમ વિના કોઈ કામ થઈ શકતું નથી.
નિયતિને ઘડનાર પુરુષાર્થ જ છે, પરંતુ ઘડ્યા પછી તે પૂર્ણ સ્વતંત્ર છે. પછી પુરુષાર્થનું તેના પર તિભારે જોર નથી ચાલતું. નિયતિ
નિકાચિત બંધવાળા કર્મોનો સમૂહ નિયતિ છે. જે કર્મ અવશ્ય ભોગવવું પડે, જેની સ્થિતિ અથવા વિપાકમાં કંઈ પણ પરિવર્તન ન થઈ શકે, તે કર્મના બંધને નિકાચિત બંધ કહે છે. જે કાર્યનું ફળ તદનુકૂળ પુરુષાર્થથી વિપરીત દિશામાં જાય, તેને નિયતિનું કાર્ય માનવું જોઈએ. પુરુષાર્થ માત્ર નિયતિ સામે નિષ્ફળ જાય છે.
કોઈ પણ કાર્યનું ફળ પ્રાપ્ત કરવા માટે આ પાંચ કારણોની જરૂર પડે છે; ઉદાહરણરૂપે
એક વિદ્યાર્થી મેટ્રિકની પરીક્ષા પાસ કરવા ઇચ્છે છે. કાળ—તેને પાસ કરવામાં છ-સાત વર્ષ જરૂર લાગશે. સ્વભાવમનની સ્થિરતા, વાંચવાની રુચિ અને શિક્ષણયોગ્ય સ્વભાવ- -એ બધાંની અનુકૂળતા રહેવાથી જ તે નિશ્ચિત અવધિમાં પાસ થઈ શકશે નહીં તો નહીં.
કર્મ—તીક્ષ્ણ બુદ્ધિ અને સ્વસ્થ શરીરની જરૂર પડશે અને તે પૂર્વકર્મોના ક્ષયોપશમ અથવા ઉદય અનુસાર મળે છે.
પુરુષાર્થ—ઉદ્યમ કરવો પડશે. શાળાએ જવું તથા પાઠ યાદ કરવો પડશે.
નિયતિ—ઉપરોક્ત ચારેયનો શુભ સંયોગ મળ્યો છે. પરંતુ તો પણ વચ્ચે-વચ્ચે વિઘ્ન આવી પડે છે—બિમાર થઈ જાય, કદાચ
દસમો બોલ ૦ ૭૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org