________________
ડૉક્ટર સાજો કરી દે અને તે પાસ થઈ જાય—ક્યારેક ક્યારેક એવા વિઘ્ન પણ આવી શકે છે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ તે દૂર નથી થઈ શકતાં અને વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે, આ નિયતિનું કામ છે.
મનુષ્યનું જીવન વિઘ્ન-બાધા, દુઃખ અને વિપત્તિઓથી ભરેલું છે. તેમનાં આવવાથી તેઓ ગભરાઈ જાય છે. મન ચંચળ બની જાય છે. બાહ્ય નિમિત્ત કારણોને તેઓ દુ:ખનું મુખ્ય કારણ સમજી બેસે છે. આથી નિમિત્ત કારણોને તેઓ સાચું-ખોટું સુણાવે છે અને નિંદે છે. આવી જટિલ પરિસ્થિતિમાં કર્મવાદનો સિદ્ધાંત જ તેમને સાચા માર્ગ ઉપર લાવી શકે છે. તેનો પ્રથમ ઘોષ છે—આત્મા પોતાના ભાગ્યનો પોતે જ નિર્માતા છે. સુખ-દુઃખ તેનાં જ કરેલાં કર્મોનાં ફળ છે. કોઈ પણ બહારની શક્તિ આત્માને સુખ-દુઃખ આપી શકતી નથી. તે તો નિમિત્તમાત્ર બની શકે છે. આ વિશ્વાસ દૃઢ થતાં આત્મા દુ:ખ અને વિપત્તિના સમયે ગભરાતો નથી. તે દૃઢતા સાથે તે વિપત્તિઓનો ધૈર્યપૂર્વક સામનો કરે છે. પોતાનાં દુઃખને માટે તે નિમિત્તકા૨ણોને દોષ નથી દેતો. આ રીતે કર્મવાદ આપણને નિરાશાથી બચાવે છે, દુ:ખ સહન કરવાની શક્તિ આપે છે. મનને શાંત અને સ્થિર રાખીને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ આપે છે.
Jain Educationa International
જીવ અજીવ ૦ ૭૨ જે
For Personal and Private Use Only
www.jainelibrary.org