________________
કર્મ-બંધ સહેતુક છે. જયાં સુધી કર્મબંધનું કારણ વિદ્યમાન રહે છે ત્યાં સુધી કર્મ બંધાતું જાય છે અને પોતાનું ફળ દેવાની અવધિ પૂરી થતાં અલગ થઈ જાય છે. જયારે આત્મા કર્મ-બંધના દ્વાર રોકી દે છે, કર્મબંધના કારણભૂત આશ્રવનો નિરોધ કરી દે છે, તે સમયે કર્મનો બંધ અટકી જાય છે અને જે કર્મ પહેલાનાં બાંધેલાં હોય છે, તે ઉદયમાં આવીને નષ્ટ થઈ જાય છે અથવા ઉદીરણાથી ઉદયમાં લાવીને નષ્ટ કરી દેવામાં આવે છે. આત્માની મુક્તિ થઈ જાય છે.
પ્રશ્ન–કમાં જડ છે. તેઓ યથોચિત ફળ કેવી રીતે આપી શકે ?
ઉત્તર–એ ઠીક છે કે કર્મ-પુગલ એમ નથી જાણતા કે અમુક આત્માએ આ કામ કર્યું છે એટલે તેને આ ફળ આપીએ. પરંતુ આત્મક્રિયા વડે જે શુભાશુભ પુદ્ગલ ખેંચાઈ આવે છે, તેમના સંયોગથી આત્માની તેવી જ પરિણતિ થઈ જાય છે કે જેનાથી આત્માને તદનુસાર ફળ મળી જાય છે. શરાબને નશો કરવાની તાકાતનો ક્યારે અનુભવ થાય છે અને ઝેર મારવાનું કામ ક્યારે શીખ્યું? છતાં પણ શરાબ પીવાથી નશો થાય છે અને ઝેર ખાવાથી મૃત્યુ. પથ્ય ભોજન આરોગ્ય દેવાનું જાણતું નથી અને દવા રોગ મટાડવાનું નથી જાણતી, છતાં પણ પથ્ય ભોજનથી સ્વાથ્યલાભ થાય છે અને ઔષધિસેવનથી રોગ મટી જાય છે. બાહ્ય રૂપમાં ગ્રહણ કરાયેલાં પુગલોની જ્યારે આટલી અસર થાય છે તો આંતરિક પ્રવૃત્તિથી ગૃહીત કર્મ-પુદ્ગલોની આત્મા પર અસર થવામાં સંદેહ કેવો ? ઉચિત સાધનોના સહયોગથી ઝેર અને ઔષધિની શક્તિમાં પરિવર્તન કરી શકાય છે, તે જ રીતે તપસ્યા આદિ સાધનોથી કર્મની ફળ દેવાની શક્તિમાં પણ પરિવર્તન કરી શકાય છે. અધિક સ્થિતિના તથા તીવ્ર ફળ દેનારા કર્મમાં પણ તેમની સ્થિતિ અને ફળ દેવાની શક્તિમાં અપવર્તના વડે ન્યૂનતા કરી શકાય છે.
પ્રશ્ન–પ્રત્યેક આત્મા સુખ ઇચ્છે છે, દુઃખ નહીં. તો પછી તે પાપનું ફળ પોતે જ કેવી રીતે ભોગવશે?
ઉત્તર–આ બાબતમાં એટલું કહેવું પૂરતું થશે કે સુખ અને દુઃખ આત્માના પુણ્ય-પાપ અનુસાર મળે છે કે ઈચ્છા અનુસાર?
આ
જીવ-અજીવ ૦ ૬૬ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org