________________
પ્રશ્ન–આત્મા અમૂર્ત (અરૂપી) છે અને કર્મ મૂર્ત (રૂપી) છે. તો પછી આ બે વિરોધી વસ્તુઓનો સંબંધ કેવી રીતે થઈ શકે ?
ઉત્તર–અમૂર્ત આત્માની સાથે મૂર્ત કર્મનું બંધન થઈ શકે નહીં, પરંતુ સંસારી આત્માના એક-એક આત્મપ્રદેશ પર અનંતાનંત કર્મપરમાણુ ચોંટેલા હોય છે, આથી આત્મા અમૂર્ત હોવા છતાં કામણશરીરના સંબંધથી મૂર્ત જેવો હોય છે. તે કાર્મણ-શરીર પ્રવાહરૂપે અનાદિ સંબંધવાળું છે. તે કામણ-શરીરની વિદ્યમાનતામાં જ આત્માના કર્મ-પરમાણુ ચોટે છે. જ્યારે કાર્મણ-શરીરનો નાશ થઈ જાય છે ત્યારે આત્મા અમૂર્ત થઈ જાય છે અને એવા આત્માને કર્મ પણ પકડી શકતા નથી. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આત્મામાં કર્મબંધનું કારણ વિદ્યમાન રહે છે ત્યાં સુધી કામણ-શરીર વડે કર્મપુગલો આત્મા સાથે સંબંધ કરી શકે છે, અન્યથા નહીં. જો કે મુક્ત આત્માઓ પણ પુગલ-વ્યાપ્ત આકાશમાં સ્થિત છે, પરંતુ તે આત્માઓમાં કર્મબંધના કારણોનો અત્યંતાભાવ છે, એટલા માટે પુદ્ગલો ત્યાં રહેવા છતાં પણ ઉન્મુક્ત આત્માઓ સાથે સંબંધ કરી શકતા નથી અને સંબંધ વિના તેઓ આત્માનું કંઈ પણ કરી શકતા નથી.
જે પુગલો આત્મપ્રવૃત્તિ દ્વારા ગ્રહણ કરવામાં નથી આવતા, એમ જ લોકમાં ફેલાયેલાં છે, તેમનામાં ફળ આપવાની શક્તિ હોતી નથી. સંસારી આત્માઓમાં કર્મ-બંધનું કારણ વિદ્યમાન હોય છે, આથી કર્મ-પુગલો તે આત્માઓ વડે ગ્રહણ કરવામાં આવે છે અને તે પુદ્ગલોનો આત્મા સાથે એકીભાવ થવાથી તેમનામાં ફળ દેવાની શક્તિ આવી જાય છે અને તેઓ યથાસમય પોતાનાં ફળ આપીને આત્માથી અલગ થઈ જાય છે. આથી આત્મા અને કર્મના સંબંધનો મુખ્ય હેતુ આત્માની તદનુકૂળ પ્રવૃત્તિ જ છે.
આત્માની સાથે કર્મનો અનાદિ સંબંધ પ્રવાહરૂપે છે, વ્યક્તિરૂપે નહીં કેમ કે બધાં કર્મ અવધિ-સહિત હોય છે. કર્મ-પુદ્ગલોમાં કોઈ એક પણ એવું નથી જે અનાદિકાળથી આત્મા સાથે વળગ્યું હોય. સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીય-કર્મની છે. તે પણ ઉત્કૃષ્ટ રૂપે ૭૦ ક્રોડાક્રોડ સાગર સુધી આત્માની સાથે સંબંધિત રહી શકે છે, તેનાથી અધિક નહીં. એટલા માટે આત્માની મુક્તિ થવામાં કોઈ પણ આપત્તિ નથી.
= દસમો બોલ૦૬૫ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org