________________
અનાદિકાલીન કર્મબંધન તોડીને મુક્ત બને છે. આનું સમાધાન એ શબ્દોમાં જ થઈ ચૂક્યું છે કે આત્મા અને કર્મનો સંબંધ પ્રવાહરૂપે અનાદિ છે, વ્યક્તિરૂપે નહીં.
અચેતન અને રૂપી કર્મ-પુગલ ચેતન અને અરૂપી આત્મા સાથે કેવી રીતે સંબંધ કરે છે, તે પણ કોઈ ન ઘટનારી વાત નથી. જો કે આત્મા સ્વરૂપતાઃ અમૂર્ત છે, તો પણ સંસારી આત્માનું સ્વરૂપ કમવૃત્ત હોવાને કારણે પૂર્ણરૂપે પ્રગટ થતું નથી. આથી કરીને સંસારમાં રહેલ આત્માઓને કથંચિત (કોઈ દષ્ટિકોણથી) મૂર્ત પણ માનવામાં આવે છે. કર્મનો સંબંધ આ કોટિના આત્માઓ સાથે જ હોય છે. જે આત્માઓ સર્વથા અમૂર્ત—કર્મમુક્ત થઈ જાય છે, તેમની સાથે કર્મ ફરી સંબંધ જોડી શકતા નથી. આનો સાર એટલો જ કે કર્મયુક્ત આત્માને કર્મ લાગે છે.
એમ પૂછી શકાય કે આત્માને પહેલામાં પહેલી વાર કર્મ કેવી રીતે લાગ્યાં? પણ જયારે આપણે આત્મા અને કર્મની પહેલ સુધી પહોંચી જ નથી શકતા, કેમ કે તેમનો પ્રારંભ છે જ નહિ, ત્યારે શ્રીગણેશ કેવી રીતે બતાવીએ? આનો સમુચિત ઉત્તર એ જ છે કે આત્મા અને કર્મનો સંબંધ અપશ્ચાનુપૂર્વી છે અર્થાત્ એ સંબંધ ન તો પછીનો છે, ન પહેલાંનો.
જો કર્મોની પહેલાં આત્માને માનીએ તો પછી તેને કર્મલાગવાનું કોઈ કારણ નથી મળતું. કર્મોને પણ આત્માની પહેલાં નહીં માની શકીએ કેમ કે તે કર્યા વિના થતાં નથી અને આત્મા વિના તેમનું કરવાનું સર્વથા અસંભવિત છે. આ બંનેનું એકી સાથે ઉત્પન્ન થવું પણ યુક્તિપુર:સર નથી. પહેલાં તો તેમને ઉત્પન્ન કરનાર જ નથી. બીજું કલ્પના કરો કે જો ઈશ્વરને તેમનો ઉત્પાદક માની લઈએ તો પણ આપણો કોયડો ઉકલતો નથી. ઉલટી એટલી વિકટ સમસ્યાઓ આપણી સામે આવીને ઊભી રહી જાય છે કે તેમનો હલ કાઢી શકાતો નથી. ઇશ્વરે શું સમાંથી અસનું નિર્માણ કર્યું કે સતુનું પરિવર્તન કર્યું? એસમાંથી સત્ અને સન્માંથી અસત્ થઈ નથી શકતાં, આ એક સર્વમાન્ય સિદ્ધાંત છે. સતુનું રૂપાંતર પણ શા માટે અને શાના વડે કરવામાં આવે? પહેલાં શું હતું અને પછી શું કર્યું? આનો કોઈ પણ સંતોષજનક જવાબ મળી શકતો નથી. આથી આનો અનાદિ (અપશ્ચાનુપૂર્વી) સંબંધ જ સંગત અને યુક્તિયુક્ત છે.
છે. જીવ-અજીવ ૦૬૪ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org