________________
મોહ અને ચારિત્ર-મોહનું પરસ્પર સંક્રમણ થતું નથી.
(૮) ઉપશમ–મોહ-કર્મની સર્વથા અનુદયાવસ્થાને ઉપશમ કહે છે. જે સમયે મોહનીય-કર્મનો પ્રદેશોદય અને વિપાકોદય નથી રહેતો, તે અવસ્થાને ઉપશમ કહે છે.
(૯) નિધત્તિ–જેમાં ઉદ્વર્તન, અપવર્તન સિવાય સંક્રમણ વગેરે ન હોય તેને નિધત્તિ કહે છે.
(૧૦) નિકાચના–જે કમનું ફળ નિશ્ચિત સ્થિતિ અને અનુભાગના આધારે ભોગવવામાં આવે છે, જેના વિપાકને ભોગવ્યા વિના છૂટકારો નથી મળી શકતો, તે નિકાચિત કર્મ કહેવાય છે. તેમનો આત્મા સાથે ખૂબ ગાઢ સંબંધ થાય છે. તેમના ઉદ્વર્તન, અપવર્તન, ઉદીરણા વગેરે નથી હોતાં.
જૈન સિદ્ધાંતમાં કર્મવાદનું તે સ્થાન છે જે વ્યાકરણમાં વિભક્તિઓનું છે. સંસારી પ્રાણીઓની વિવિધતાનું કારણ કર્મ જ છે. કોઈ વિદ્વાન છે, કોઈ મૂર્ખ છે, કોઈ આસક્ત છે, કોઈ વિરક્ત છે, કોઈનો જન્મ થાય છે, કોઈનું મૃત્યુ થાય છે, કોઈનો સંયોગ, કોઈનો વિયોગ, કોઈનો સત્કાર, કોઈનો તિરસ્કાર. વિદ્વાન ધનહીન છે અને મૂર્ખ ધનવાન છે. કોઈ લેખક છે, કવિ નથી. કોઈ કવિ છે, વક્તા નથી. કોઈ લેખક છે, કવિ પણ છે, વક્તા પણ છે. કોઈ યોગ્યતા ન હોવા છતાં પણ સ્વામી છે અને યોગ્યતાવાળો સેવક છે–ઈત્યાદિ અગણિત વિવિધતાઓ છે. તેમનો આંતરિક હેતુ કર્મ છે. પરિસ્થિતિના સહયોગથી તે પ્રગટ થઈને જીવનને પ્રભાવિત કરે છે. અમૂર્તિ અને મૂર્તિનો સંબંધ કેવી રીતે?
કર્મ આત્મા પર અનાદિકાળથી ચોંટેલાં છે. કોઈપણ સંસારી આત્મા કર્મ વિના એક ક્ષણ પણ સંસારમાં ટકતો નથી. જેટલા કર્મ-પુગલ આત્માને ચોંટ્યાં છે, તે બધા અવધિ-સહિત હોય છે. કોઈપણ એક કર્મ અનાદિકાળથી આત્મા સાથે એકરસ થઈને રહેતું નથી. ફલતઃ આપણે એમ કહેવું પડશે કે આત્મા સાથે કર્મોનો સંબંધ પ્રવાહરૂપે અનાદિ અને ભિન્ન-ભિન્ન વ્યક્તિ રૂપે સાદિ છે.
તર્કશાસ્ત્રનો આ એક નિયમ છે કે જે અનાદિ હોય છે, તેનો કદી અંત નથી હોતો. એ પણ આપણે જાણીએ છીએ કે આત્માઓ
= કે દસમો બોલ - ૬૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org