________________
સંખ્યાનું ન્યૂનાધિક હોવું તે પ્રદેશ-બંધ છે. ગ્રહણ કરવામાં આવતા ભિન્ન-ભિન્ન સ્વભાવમાં પરિણત થનાર કર્મ-પુદ્ગલ-રાશિ સ્વાભાવાનુસાર અમુક-અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે–આ પરિમાણ-વિભાગ જ પ્રદેશ-બંધ કહેવાય છે.
જીવ સંખ્યાત, અસંખ્યાત પરમાણુઓથી બનેલા કર્મ-પુગલોને ગ્રહણ નથી કરતો, પરંતુ અનંત પરમાણુવાળા સ્કન્ધને ગ્રહણ કરે છે.
(૨) ઉદ્વર્તન—સ્થિતિ-બંધ અને અનુભાગ-બંધના વધવાને ઉદ્ધર્તના કહે છે.
(૩) અપવર્તન—સ્થિતિ-બંધ અને અનુભાગ-બંધના ઘટવાને અપવર્તના કહે છે. ઉદ્વર્તના અને અપવર્તનાને કારણે કોઈ કર્મ શીઘ્ર ફળ આપે છે અને કોઈ લાંબા ગાળે, કોઈનું ફળ તીવ્ર હોય છે અને કોઈનું મંદ.
(૪) સત્તા–બંધાયા બાદ કર્મનું ફળ તત્કાળ નથી મળતું, કેટલાક સમય પછી મળે છે. કર્મ જ્યાં સુધી ફળ ન દેતાં અસ્તિત્વ રૂપમાં રહે છે ત્યાં સુધી તેને સત્તા કહે છે.
(૫) ઉદય—સ્થિતિ-બંધ પૂર્ણ થયા પછી જ્યારે કર્મ શુભ કે અશુભ રૂપમાં ભોગવવામાં આવે છે ત્યારે તેને ઉદય કહે છે. તે (ઉદય) બે પ્રકારનો હોય છે–ફલોદય અને પ્રદેશોદય, જે કર્મ પોતાનું ફળ આપીને પછી નષ્ટ થઈ જાય છે તેને ફલોદય કે વિપાકોદય કહે છે. જે કર્મ ઉદયમાં આવીને પણ ફળ દીધા વિના નષ્ટ થઈ જાય છે, માત્ર આત્મપ્રદેશોમાં જ ભોગવી લેવાય છે, તેને પ્રદેશોદય કહે છે.
(૬) ઉદીરણા–અબાધાકાલ પૂર્ણ થયા પછી જે કર્મદલિક પછી ઉદયમાં આવનારા છે, તેમને પ્રયત્નવિશેષથી ખેંચીને ઉદય પ્રાપ્ત દલિકોની સાથે જ ભોગવી લેવાં તે ઉદીરણા છે. ઉદીરણાને માટે અપવર્તના વડે કર્મની સ્થિતિને ઓછી કરી નાખવામાં આવે છે.
(૭) સંક્રમણને પ્રયત્નથી કર્મની ઉત્તર-પ્રવૃતિઓ પોતાની સજાતીય -પ્રકૃતિઓમાં બદલાઈ જાય છે, તેને સંક્રમણ કહે છે. એક કર્મ-પ્રકૃતિનું બીજી સજાતીય-કર્મ-પ્રકૃતિમાં પરિવર્તિત થવું તે સંક્રમણ છે. ક્રોધનું માનના રૂપમાં અને માનનું ક્રોધના રૂપમાં બદલાઈ જવું સંક્રમણ છે. આયુષ્ય-કર્મનું સંક્રમણ થતું નથી. દર્શન
= ત જીવ-અજીવ, ૬ર
=
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org