________________
કર્મોની મુખ્ય અવસ્થાઓઃ
૧. બંધ, ૨. ઉદ્વર્તન, ૩. અપવર્તન, ૪. સત્તા, ૫. ઉદય, ૬. ઉદીરણા, ૭. સંક્રમણ, ૮. ઉપશમન, ૯. નિધત્તિ, ૧૦. નિકાચના. કમની આ દસ મુખ્ય અવસ્થાઓ છે.
૧. બંધ –જીવના અસંખ્ય પ્રદેશો છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તથી જીવના અસંખ્યાત પ્રદેશોમાં કંપન પેદા થાય છે. આ કંપનના ફળસ્વરૂપે જે ક્ષેત્રમાં આત્મપ્રદેશ છે, તે ક્ષેત્રમાં વિદ્યમાન અનંતાનંત કર્મયોગ્ય પુગલ જીવના એકએક પ્રદેશની સાથે ચોંટી જાય છે, બંધાઈ જાય છે. જીવપ્રદેશોની સાથે આ કર્મયુગલોનું આ રીતે ચોંટી જવું (બંધાઈ જવું) જ બંધ કહેવાય છે. જીવ અને કર્મનો આ સંબંધ બરાબર એવો છે જેવો દૂધ અને પાણીનો, અગ્નિ અને તપ્ત લોકપિંડનો. આ પ્રકારે આત્મપ્રદેશોની સાથે બંધને પામેલાં કાર્મણ-વર્ગણાના પુગલો જ કર્મ કહેવાય છે.
બંધના ચાર ભેદ છે–
(ક) પ્રકૃતિ-બંધ–જીવની શુભ પ્રવૃત્તિ સમયે ગ્રહણ કરવામાં આવેલા કર્મ-પુગલ શુભ તથા અશુભ પ્રવૃત્તિ સમયે ગ્રહણ કરાયેલાં કર્મ-પુદ્ગલ અશુભ હોય છે. કર્મ-પુગલોનો જીવની સાથે સંબંધ થવાથી જ્ઞાનને રોકવાનો સ્વભાવ, દર્શનને રોકવાનો સ્વભાવ–આ રીતે ભિન્ન-ભિન્ન સ્વભાવનું થયું તે પ્રકૃતિ-બંધ કહેવાય છે.
(ખ) સ્થિતિ-બંધ–જીવ વડે જે શુભાશુભ કર્મ-પુદ્ગલ ગ્રહણ કરાયેલાં હોય, તે અમુક કાળ સુધી પોતાના સ્વભાવને કાયમ રાખીને જીવપ્રદેશોની સાથે બંધાયેલાં રહેશે, તે પછી તેઓ શુભ કે અશુભ રૂપમાં ઉદયમાં આવશે, આ રીતે કર્મોનું નિશ્ચિત કાળ સુધી જીવની સાથે બંધાઈ જવું તે સ્થિતિ-બંધ છે.
(ગ) અનુભાગ-બંધ(રસબંધ)–કેટલાક કર્મ તીવ્ર રસથી બંધાય છે અને કેટલાક મંદ રસથી. શુભાશુભ કાર્ય કરતી વખતે જીવની જેટલી માત્રામાં તીવ્ર કે મંદ પ્રવૃત્તિ રહે છે, તેને અનુરૂપ કર્મ પણ બંધાય છે અને તેમાં ફળ દેવાની પણ તેવી જ શક્તિ હોય છે. (ઘ) પ્રદેશ-બંધ–ભિન્ન-ભિન્ન કર્યદળોમાં પરમાણુઓની
= = . દસમો બોલ૦ ૬૧ દ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org