________________
૧. સરળ પ્રકૃતિ હોવી, ૨. પ્રકૃતિવિનીત હોવું, ૩. દયાના પરિણામો રાખવા, ૪. ઈર્ષ્યા ન કરવી. (ઘ) દેવાયું બંધાવા માટે ચાર કારણ છે :
૧. સરાગ-સંયમ–રાગયુક્ત સંયમ પાળવો (આયુષ્યનો બંધ ન તો રાગથી થાય છે કે ન સંયમથી થાય છે, તે તો સરાગી સંયમીની તપશ્ચર્યાથી થાય છે અને અભેદોપચારથી તેને સરાગ-સંયમ કહેવામાં આવે છે.)
૨. સંયમસંયમશ્રાવકપણું પાળવું. ૩. બાલ-તપસ્યા–મિથ્યાત્વીની તપસ્યા. ૪. અકામ-નિર્જરા–મોક્ષની ઇચ્છા વિના જે કંઈ તપસ્યા
કરવી.
નામ-કર્મ-બંધના કારણોઃ.
(ક) શુભ નામકર્મ બંધાવા માટે ચાર કારણ છે : ૧. કાય-ઋજુતા–બીજાને ઠગવા માટેની શારીરિક ચેષ્ટા ન કરવી. ૨. ભાવ-ઋજુતા-બીજાને ઠગવા માટેની માનસિકચેષ્ટા ન કરવી. ૩. ભાષા-ઋજુતા–બીજાને ઠગવા માટેની વચનચેષ્ટા ન કરવી. ૪. અવિસંવાદનયોગ–કથની અને કરણીમાં વિસંવાદ ન રાખવો. (ખ) ઉક્ત કાર્યો કરવાથી અશુભ નામકર્મ બંધાય છે. ગોત્ર કર્મ-બંધના કારણોઃ
ગોત્ર કર્મબંધના આઠ કારણો છે:
૧. જાતિ, ૨. કુળ, ૩. બળ, ૪. રૂ૫, ૫. તપસ્યા, ૬. શ્રુત (જ્ઞાન), ૭. લાભ, ૮. ઐશ્વર્ય.
આ બધાનો મદ ન કરવો ઉચ્ચ-ગોત્ર-બંધનું કારણ છે અને મદ કરવો નીચ-ગોત્ર-બંધનું કારણ છે. અંતરાય કર્મ-બંધના કારણોઃ
અંતરાય કર્મબંધના કારણે પાંચ છે–
૧. દાન, ૨. લાભ, ૩. ભોગ, ૪. ઉપભોગ, ૫. વીર્ય (ઉત્સાહ અથવા સામર્થ્ય)–આ બધામાં વિઘ્ન નાખવું.
સ
જીવ-અજીવ ૬૦ ૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org