SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. દર્શન-આશાતના—દર્શન કે દર્શનીની અવહેલના કરવી. ૬. દર્શન-વિસંવાદન—દર્શન કે દર્શનીના વચનોમાં વિસંવાદ અર્થાત્ વિરોધ દેખાડવો. વેદનીય કર્મ-બંધના કારણો ઃ (ક) સાતાવેદનીય કર્મના કારણ છ છે—પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ~તેના પર અનુકંપા કરવી, અર્થાત્— ૧. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને પોતાની અસત્ પ્રવૃત્તિથી દુઃખ ન દેવું. ૨. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને હીન ન બનાવવા. ૩. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોના શરીરને હાનિ પહોંચાડનાર શોક પેદા ન કરવો. ૪. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને સતાવવા નહીં. ૫. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વો પર લાકડી વગેરેથી પ્રહાર ન કરવો. ૬. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને પરિતાપિત ન કરવા. (ખ) ઉક્ત કામો કરવાથી સાતાવેદનીય કર્મનો બંધ થાય છે. મોહનીય કર્મ-બંધના કારણો ઃ : તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, તીવ્ર દર્શનમોહ, તીવ્ર ચારિત્રમોહ, તીવ્ર મિથ્યાત્વ. હાસ્ય, રતિ આદિ તીવ્ર નો-કષાય. આયુષ્ય-કર્મ-બંધના કારણો : (ક) નરકાયુ બંધાવા માટે ચા૨ કારણ છે ઃ ૧. મહાઆરંભ, ૨: મહાપરિગ્રહ, ૩. પંચેન્દ્રિય-વધ અને ૪. માંસાહાર. (ખ) તિર્યંચાયુ બંધાવા માટે ચાર કારણ છે : ૧. માયા કરવી, ૨. ગૂઢ માયા (એક કપટ ઢાંકવા માટે બીજું કપટ કરવું), ૩. અસત્ય વચન બોલવું, ૪. કૂટ તોલમાપ કરવા. (ગ) મનુષ્યઆયુ બંધાવા માટે ચાર કારણ છે : ૧. प्राणाद्वित्रिचतुः प्रोक्ताः भूतास्तु तरवः स्मृताः । નીવા : વેન્દ્રિયા જ્ઞેયા:, શેષા: સત્ત્વા વીરિતા ॥ દસમો બોલ ૦ ૫૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005343
Book TitleJiva Ajiva
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy