________________
કર્મ-બંધના હેતુ પાંચ આશ્રવો છે? ૧. વિપરીત શ્રદ્ધા કરવી (મિથ્યાત્વ). ૨. આશા-વાંછા કરવી (અવિરતિ). ૩. આત્મ-શુદ્ધિમાં અનુત્સાહ રાખવો (પ્રમાદ).
૪. ક્રોધ, માન, માયા અને લોભ વડે આત્માને મલિન રાખવો (કષાય).
૫. સત્-અસત્ પ્રવૃત્તિ કરવી (યોગ). આ કારણોમાં પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓનું વર્ગીકરણ કરાયું છે. સાધારણ બુદ્ધિવાળી વ્યક્તિ આ બધાને યથાર્થ રૂપે હૃદયંગમ કરી શકે નહીં. એટલા માટે કર્મબંધના હેતુઓનું વિસ્તૃત વર્ણન કરવું આવશ્યક છે. તેમની પૂર્તિ માટે જ પ્રત્યેક કર્મબંધના પૃથકપૃથક કારણો બતાવવામાં આવ્યા છે. જેમ કે – જ્ઞાનાવરણીય કર્મબંધના કારણો
૧. જ્ઞાન-પ્રત્યુનીકતા–જ્ઞાન અથવા જ્ઞાની સાથે પ્રતિકૂળ વ્યવહાર કરવો.
૨. જ્ઞાન-નિદ્વવ—જ્ઞાન તથા જ્ઞાનદાતાનો અપલાપ કરવો અર્થાત્ જ્ઞાનીને કહેવું કે જ્ઞાની નથી.
૩. જ્ઞાનાન્તરાય–જ્ઞાનને પ્રાપ્ત કરવામાં વિઘ્ન નાખવું. ૪. જ્ઞાનપ્રષ–જ્ઞાન કે જ્ઞાનીનો દ્વેષ કરવો. ૫. જ્ઞાન-આશાતના–જ્ઞાન કે જ્ઞાનીની અવહેલના કરવી.
૬. જ્ઞાન-વિસંવાદન–જ્ઞાન કે જ્ઞાનીના વચનોમાં વિસંવાદ અર્થાત્ વિરોધ દર્શાવવો. દર્શનાવરણીય કર્મ-બંધના કારણો ઃ
૧. દર્શન-પ્રત્યનીકતા–દર્શન કે દર્શની પ્રતિ પ્રતિકૂળતા રાખવી.
૨. દર્શન-નિદ્ભવ–દર્શન કે દર્શનદાતાનો અપલાપ કરવો અર્થાત્ દર્શનીને કહેવું કે તે દર્શની નથી.
૩. દર્શનાત્તરાય–દર્શનને પ્રાપ્ત કરવામાં વિદન નાખવું. ૪. દર્શન-પ્રષ–દર્શન કે દર્શની તરફ દ્વેષ રાખવો.
= ( જીવ-અજીવ ૫૮ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org