________________
આંખ ઉપર પાટો બાંધવાથી જોવામાં અડચણ પડે છે, તેવી જ રીતે જ્ઞાનાવરણીય-કર્મ જાણવામાં અડચણ ઊભી કરે છે.
૨. દર્શનાવરણીય-કર્મ પ્રતિહારી સમાન છે. જેમ પ્રતિહારી રાજાના દર્શનમાં વિઘ્ન નાખે છે, તેવી જ રીતે દર્શનાવરણ-કર્મ જાણવામાં વિઘ્ન કરે છે.
૩. વેદનીય-કર્મ મધ લગાડેલી તલવારની ધાર જેવું છે. જે રીતે મધ લગાડેલી તલવારની ધારને ચાટવાથી સ્વાદ આવે છે તેની સમાન સાતાવેદનીય છે; અને જીભ કપાઈ જાય છે તેની સમાન અસતાવેદનીય છે.
૪. મોહનીય-કર્મ મદ્યપાન કરવા સમાન છે. જે રીતે મદ્યપાન કરનારાને સુધબુધ રહેતી નથી, તેવી જ રીતે મોહનીય-કર્મના ઉદયથી જીવોની તત્ત્વશ્રદ્ધા વિપરીત થઈ જાય છે અને વિષયભોગોમાં આસક્તિ રહે છે.
૫. આયુષ્યકર્મ બેડી કે હેડ સમાન છે. જે રીતે લાકડાની હેડમાં પુરાયેલો આદમી તેને તોડ્યા વિના નીકળી નથી શકતો, તેવી જ રીતે આયુષ્યકર્મને પૂરું ભોગવ્યા વિના જીવ એક ભવમાંથી બીજા ભવમાં જઈ નથી શકતો અને આયુષ્યકર્મનો ક્ષય કર્યા વિના મોક્ષ પણ પામી શકતો નથી.
૬. નામકર્મ ચિત્રકાર સમાન છે. જે રીતે ચિત્રકાર નવાં-નવાં ચિત્રોનું નિર્માણ કરે છે, તેવી જ રીતે નામકર્મના ઉદયથી વિવિધ પ્રકારનાં શરીર, વિવિધ પ્રકારનાં રૂપ અને જાત-જાતનાં અંગોપાંગ આદિનું નિર્માણ થાય છે.
૭. ગોત્રકર્મ કુંભાર જેવું છે. જે રીતે કુંભાર નાના-મોટા જેવા ઇચ્છે તેવા ઘડા બનાવે છે, તેવી જ રીતે ગોત્રકર્મના ઉદયથી જીવ સારી દષ્ટિથી જોવાતા, તુચ્છ દૃષ્ટિથી જોવાતા અને ઊંચ-નીચ વગેરે બને છે.
૮. અંતરાયકર્મ રાજાના ભંડારી (કોશાધ્યક્ષ) જેવું છે. જે રીતે રાજાનો આદેશ થાય તો પણ ભંડારી વિના કોઈ વસ્તુ મળતી નથી, તેવી જ રીતે અંતરાયકર્મ દૂર થયા વિના ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી.
દસમો બોલ ૫૭ ૩
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org