________________
કરી ચૌદમી અવસ્થા પ્રાપ્ત કરી લે છે. તે અલ્પકાલીન છે. તેની પછી આત્મા મુક્ત થઈ જાય છે. મુક્ત આત્માનું ઊર્ધ્વગમન
શુદ્ધ ચેતનની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે. આથી મુક્ત આત્મા ત્યાં સુધી ચાલ્યો જાય છે જ્યાં સુધી તેની ગતિમાં ધર્માસ્તિકાય સહાયક બને છે. તેથી આગળ ગતિ થઈ શકતી નથી, એટલા માટે તે શુદ્ધ આત્મા ત્યાં જ સ્થિર થઈ જાય છે. આ સ્થાન લોકના અંતિમ છેડા પર છે. તેને સિદ્ધ-ગતિ, સિદ્ધ-શીલા કે મોક્ષ કહે છે. મુક્ત આત્માની સ્થિતિ
શરીરનો એક તૃતીયાંશ ભાગ(મુખ, કાન, પેટ વગેરે) પોલો હોય છે અને બે તૃતીયાંશ ભાગ સઘન. આત્મા જે અંતિમ શરીર વડે મોક્ષ પ્રાપ્ત કરે છે તેનો બે તૃતીયાંશ ભાગ જે સઘન હોય છે એટલા જીવાત્માના પ્રદેશ સિદ્ધસ્થાનમાં ફેલાઈ જાય છે. આને તે જીવાત્માની અવગાહના કહે છે. ભિન્ન-ભિન્ન સિદ્ધાત્માઓના પ્રદેશો પરસ્પર અવ્યાઘાત રહેવાથી એકબીજા સાથે અથડાતા નથી. પ્રત્યેક આત્મા પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે. એક જ ઓરડામાં હજારો દીપક હોય તો પણ તેમનો પ્રકાશ એકબીજા સાથે અથડાતો નથી પરંતુ આખા ઓરડામાં પ્રત્યેક દીપકનો પ્રકાશ વ્યાપ્ત થઈ જાય છે. આવા પરમ નિર્મળ આત્માઓ વીતરાગ, વીતમોહ અને વીતષ હોય છે. આથી તેમનું આ સંસારમાં પુનરાગમન થતું નથી. ગુણસ્થાનોનું કાલ-માન
પ્રથમ ગુણસ્થાનવાળા આત્માઓના સંસારભ્રમણની કોઈ સીમા હોતી નથી. મોક્ષમાં નહીં જનારા જીવોનો આ જ અક્ષય-ભંડાર છે. પ્રથમ ગુણસ્થાન સિવાય કોઈપણ અવસ્થામાં જીવ અનંતકાળ સુધી રહી શકતો નથી. તેની સમુદ્ર સાથે સરખામણી થાય છે અને અન્ય અવસ્થાઓની નાના-નાના જળાશયો સાથે તુલના કરી શકાય છે. આ અવસ્થા અભવ્ય જીવો માટે અનાદિ અને અનંત છે અને ભવ્ય–મોક્ષે જનારા જીવોને માટે અનાદિ અને સાંત–અંતસહિત છે. જે જીવ મિથ્યાત્વને ત્યજીને સમ્યત્વ પ્રાપ્ત કરીને ફરી મિથ્યાત્વી બની જાય છે અને તે પછી સમ્યક્ત ફરી પ્રાપ્ત કરે છે, તેમની
- અગિયારમો બોલ૦ ૭૯ --
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org