________________
મિથ્યાત્વીમાં મળતી દષ્ટિની વિશુદ્ધિ,
જેની દૃષ્ટિ સમ્યક હોય છે તેને સમ્યક્દષ્ટિ, જેની દૃષ્ટિ મિથ્યા હોય છે તેને મિથ્યાદષ્ટિ અને જેની દૃષ્ટિ સમ્યકુ-મિથ્યા હોય છે તેને સમ્યફ-મિથ્યાદષ્ટિ કહી શકાય છે. પરંતુ અહીં પહેલો અર્થ જ ઠીક છે. અહીં ગુણીનું નહીં, પરંતુ ગુણનું પ્રતિપાદન છે.
સમ્યફ-દષ્ટિ એક ગુણ છે. તેનાથી સંપન્ન વ્યક્તિઓને સમ્યક્વી કહેવામાં આવે છે.
સમ્યસ્વી પ્રાણી અનંતાનુબંધી કષાયથી વિમુખ બની જાય છે. તેમના હૃદયમાં તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ રહેતાં નથી. સમ્યત્વનો હૃદયની સરળતા અને નિર્મળતા સાથે ઘણો સંબંધ છે. જેનામાં રાગ-દ્વેષની ભાવના પ્રબળ હોય છે, તેમનામાં યથાર્થ તત્ત્વ-શ્રદ્ધા હોઈ શકતી નથી. કેટલીય વ્યક્તિઓ ગુરુ વગેરેનો ઉપદેશ સાંભળીને રાગ-દ્વેષનો ઉપશમ કરીને સમ્યક્તનો લાભ મેળવી શકે છે અને કેટલીય વ્યક્તિઓ પોતે જ રાગ-દ્વેષને ઉપશાંત કરતાં-કરતાં પોતાની નિર્મળતાના કારણે સત્ય-માર્ગને પકડી લે છે—તેમનામાં સમ્યક્તનો અંકુર ફૂટી નીકળે છે.
સમ્યક્ત એક ગુણપ્રધાન વસ્તુ છે. તે કોઈ જાતિ, સમાજ અથવા વ્યક્તિ-વિશેષને કારણે પ્રાપ્ત થતું નથી. માત્ર આત્મ-શુદ્ધિ વડે, ક્રોધ વગેરેનો ઉચિત ઉપશમ થવાથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે સભ્યત્વની ઓળખાણ માટે પાંચ ગુણાત્મક લક્ષણો બતાવવામાં આવ્યા છે :
૧. શમ–શાંતિ. ૨. સંવેગ–મુમુક્ષા. ૩. નિર્વેદ–અનાસક્તિ. ૪. અનુકંપા–કરુણા. ૫. આસ્તિક્ય—સત્ય-નિષ્ઠા. સમ્યક્ત આત્મીય ગુણ છે, તે આપણને નજરે દેખાતો નથી, તો પણ જે રીતે ધુમાડા વડે અદશ્ય અગ્નિની જાણ થઈ જાય છે તેવી જ રીતે આ પાંચ લક્ષણો વડે અદૃશ્ય સમ્યત્વને પણ આપણે ઓળખી શકીએ છીએ.
-=. અઢારમો બોલ ૧૩૩
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org